<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

જામનગરમાં બાળકો માટે ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “સ્વસ્થ ગુજરાત - મેડિટેશનયુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત પહેલ

જામનગર :ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “સ્વસ્થ ગુજરાત – મેડિટેશનયુક્ત ગુજરાત” ના સંકલ્પ સાથે જામનગર જિલ્લામાં તા. ૧૬/૦૫/૨૦૨૬ થી તા. ૩૦/૦૫/૨૦૨૬ દરમિયાન બાળકો માટે ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં બાળકોને યોગાસન, પ્રાણાયામ, ધ્યાન, સૂક્ષ્મ વ્યાયામ, એકાગ્રતા વિકાસ તેમજ સંસ્કાર શિક્ષણ આપવામાં આવશે. કેમ્પ દરમિયાન નિષ્ણાત યોગ ટ્રેનર્સ દ્વારા માર્ગદર્શન અપાશે.
જિલ્લા કો-ઓર્ડીનેટર હર્ષિતા મહેતાના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં યોગ સમર કેમ્પ યોજાશે. જેમાં મુરલીધર નગર ખાતે સરસ્વતી સ્કૂલની બાજુમાં આવેલા કોમન પ્લોટ, રડા રોડ વિસ્તારમાં યોજાનારા યોગ સમર કેમ્પ–૦૧માં યોગ ટ્રેનર ભૈરવી આચાર્ય દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
મેહુલનગર સ્થિત એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે યોજાનારા યોગ સમર કેમ્પ–૦૨માં યોગ ટ્રેનર સોનલ ચૌહાણ બાળકોને તાલીમ આપશે.
સત્યસાઈ નગર વિસ્તારમાં રામેશ્વર હનુમાનજી મંદિર પાસે, મોહન નગર સામે, ગુલાબનગર ખાતે યોજાનારા યોગ સમર કેમ્પ–૦૩માં યોગ ટ્રેનર કિંજલ વાડોદરિયા માર્ગદર્શન આપશે.
પટેલ કોલોની વિસ્તારમાં અપના બજાર પાસે, નિલકંઠ મહાદેવ સામે આવેલી કુમાર મંદિર પ્રાથમિક શાળામાં યોજાનારા યોગ સમર કેમ્પ–૦૪માં યોગ ટ્રેનર ભાવના જોશી દ્વારા તાલીમ આપવામાં આવશે.
જ્યારે પટેલ કોલોની વિસ્તારમાં મેન્ટલ હોસ્પિટલ પાછળ આવેલા આનંદ બાગ ખાતે યોજાનારા યોગ સમર કેમ્પ–૦૫માં યોગ ટ્રેનર પ્રવિણા કગથરા બાળકોને યોગ શિક્ષણ આપશે.
કેમ્પ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. ઇચ્છુક વાલીઓએ સમયસર પોતાના બાળકોની નોંધણી કરાવી કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
 ઓનલાઈન નોંધણી માટે લિંક આપવામાં આવી છે, અને
સમર યોગ કેમ્પ રજીસ્ટ્રેશન ફોર્મ⁠ તેમજ વધુ માહિતી માટે જિલ્લા કો-ઓર્ડીનેટર હર્ષિતા મહેતા (૮૮૪૯૮૧૫૫૧૦) નો સંપર્ક સાધવા જણાવાયું છે.

(12:04 AM IST)