તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
મચ્છુ-૨ ડેમના ૧૬ દરવાજા ૧૦ ફૂટ ખોલાયા : ૧.૦૧ લાખ ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડાયું
ડેમ ૧૦૦ ટકા ભરાઈ જતાં દરવાજા વધારવાની પડી ફરજ : મોરબી અને માળિયા તાલુકાના ૩૨ ગામો સાવચેત

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: મોરબીનો મચ્છુ-૨ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે અને ઉપરવાસમાંથી પાણીની આવક સતત ચાલુ રહેતાં બપોરે ૨:૦૦ કલાકે ૧૦ દરવાજા ૧૦ ફૂટ ખોલવામાં આવ્યા હતા. જોકે, પાણીની આવકમાં સતત વધારો થતાં ડેમના દરવાજા વધુ ખોલવાની ફરજ પડી હતી. હાલ ડેમના ૧૬ દરવાજા ૧૦ ફૂટ ખોલીને ૧,૦૧,૧૬૪ ક્યુસેક પાણીનો જથ્થો મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યો છે.
મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલવામાં આવતાં મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડિયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળીયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર, મોરબી અને વજેપર તેમજ માળિયા તાલુકાના વીરવિદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મી.) અને રાસંગપર એમ બે તાલુકાના કુલ ૩૨ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
