હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 30th October 2026
કચ્છના નલિયા પાસે ટ્રકની ટક્કરથી ૧૬ ઘેટાં-બકરાંનાં મોત
માલધારી પરિવારને મોટું નુકસાન, બેફામ વાહનચાલકો સામે કડક કાર્યવાહીની માંગ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦ : કચ્છમાં નલિયા ભુજ હાઇવે ઉપર રોહા સુમરી ગામ નજીક ટ્રકની ટક્કરથી માલધારી પરિવારનાં ૧૬ જેટલાં ઘેટાં-બકરાંનાં મોત નીપજતાં અરેરાટી ફેલાઈ છે. પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકની અડફેટે અબોલ પશુઓ કચડાઈ જતાં સ્થળ પર જ મોતને ભેટ્યાં હતાં. આ ઘટનાને પગલે માલધારી સમાજ અને પશુપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાઈવે પર બેફામ ગતિએ તેમજ નશાની હાલતમાં વાહનો હંકારતા ચાલકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને માર્ગ પર અબોલ પશુઓની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે. અકસ્માતમાં માલધારી પરિવારને મોટું આર્થિક નુકસાન થતાં પરિવારમાં પણ શોકની લાગણી પ્રસરી છે.
(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
