<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

કચ્‍છ યુનિવર્સિટીનો ૧૬મો પદવીદાન સમારોહ, ૬૯૮૯ વિદ્યાર્થીઓ દીક્ષિત થયા, ૪૩ છાત્રોને ગોલ્‍ડમેડલ, નમો ડિજિટલ લાઇબ્રેરી, સ્‍કીલ સેન્‍ટરનું ઉદઘાટન

યુવાનો પોતાના કાર્યક્ષેત્રમાં નિતિમત્તા અને સમર્પણ સાથે સેવાની ભાવના વિકસાવી સશક્‍ત ભારતના નિર્માણ માટે આગળ આવે : રાજ્‍યપાલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૫: ક્રાંતિગુરુ શ્‍યામજી કળષ્‍ણ વર્મા કચ્‍છ યુનિવર્સિટીનો ૧૬મો પદવીદાન સમારોહ રાજ્‍યપાલશ્રી અને યુનિવર્સિટીના કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો. સમારોહમાં ૬૯૮૯ વિદ્યાર્થીઓને તાાતક-અનુતાાતક પદવી અને ૪૩ વિદ્યાર્થીઓને ગોલ્‍ડમેડલ એનાયત કરવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત ૨૭ પીએચ.ડી. ધારકોને પણ પ્રોત્‍સાહિત કરાયા હતા. રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ક્રાંતિવીર શ્‍યામજી કળષ્‍ણ વર્માની જન્‍મજયંતીએ તેમને નમન કરતાં જણાવ્‍યું હતું કે, તેમનું જીવન અને રાષ્‍ટ્રભક્‍તિ યુવાનો માટે પ્રેરણારૂપ છે. તેમણે યુવાનોને કર્તવ્‍યભાવના, રાષ્‍ટ્રધર્મ, સમાજધર્મ અને પરિવારધર્મ નિભાવવાની સાથે પોતાની ડિગ્રીને માત્ર રોજગારનું સાધન ન ગણવા અને પોતાના કાર્યક્ષેત્રમાં યોગ્‍યતા સાથે નૈતિકતા, સમર્પણ તથા માનવસેવાની ભાવના કેળવવા હાકલ કરી હતી. રાજ્‍યપાલશ્રીએ વિદ્યાર્થીઓને ભારતના વિકાસને પ્રાથમિકતા આપી વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનવા તેમજ વળક્ષારોપણ, જળસંચય અને નશામુક્‍તિ માટે સંકલ્‍પબદ્ધ થવા અપીલ કરી હતી.

સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ શ્‍યામજી કળષ્‍ણ વર્માને શ્રદ્ધાંજલિ પાઠવી જણાવ્‍યું હતું કે, રાજ્‍યપાલશ્રીની પ્રેરણાથી કચ્‍છમાં પ્રાકળતિક ખેતી ક્ષેત્રે નવા પ્રયાસોને વેગ મળ્‍યો છે. તેમણે નમો ઈ-લાઇબ્રેરી અને સ્‍કીલ સેન્‍ટરને વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ ગણાવી કચ્‍છ યુનિવર્સિટી આગામી સમયમાં ગુજરાતની અગ્રણી યુનિવર્સિટીઓમાં સ્‍થાન મેળવે તેવી શુભેચ્‍છા પાઠવી હતી. આ પ્રસંગે રાજ્‍યપાલશ્રીના હસ્‍તે નમો ઈ-લાઇબ્રેરી તથા સ્‍કીલ સેન્‍ટરનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું તેમજ યુનિવર્સિટી પરિસરમાં વળક્ષારોપણ કરાયું હતું.

DMF ફંડ અને સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાના સહયોગથી વિકસાવાયેલી ઈ-લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ અને સંશોધકોને ઈ-જર્નલ્‍સ, ઈ-બુક્‍સ, સંશોધન સામગ્રી સહિતના ડિજિટલ શૈક્ષણિક સંસાધનોનો લાભ મળશે. આ સમારોહમાં ધારાસભ્‍યશ્રી માલતીબેન મહેશ્વરી, જિલ્લા કલેક્‍ટરશ્રી અનિલ રાણાવસિયા, પશ્‍ચિમ કચ્‍છ એસ.પી. શ્રી વિકાસ સુંડા, યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઈ પટેલ, રજિસ્‍ટ્રાર ડો. અનિલ ગોર સહિત ઇસી સભ્‍યો, ડીન, આચાર્યો, અધ્‍યાપકો, કર્મચારીઓ અને મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:23 AM IST)