<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

જામનગરના અંબાલા નામની સીમમાં જુગાર રમતા ૧૭ ઝડપાયાઃ ૩૧.૬૪ લાખનો મુદ્દામાલ જપ્‍ત

રોકડ રકમ, મોબાઈલ, વાહનો સહિતનો મુદ્દામાલ ઝડપી લઈને જામનગર એલસીબી પોલીસની કાર્યવાહી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૦: જોડીયા તાલુકાના અંબાલાગામ ની સીમમા ચાલતા જુગારના અખાડામાંથી સતર ઇસમોને રોકડ રૂ. ૩,૦૪,૫૦૦/- મોબાઇલ ફોન, વાહનો મળી કુલ રૂ.૩૧,૬૪,૫૦૦/- ના મુદામાલ સાથે જામનગર એલ.સી.બી. ટીમે ઝડપી લીધા છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ રાજકોટ, નિર્લિપ્ત રાય ધ્‍વારા જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈનીની સુચનાથી દરોડો પડાયો હતો.

જામનગર જીલ્લાના જોડીયા તાલુકાના અંબાલા ગામની સીમમાં આરોપી અનિરૂધ્‍ધસિંહ ઉર્ફે અનીભા દેવુભા જાડેજાની કબ્‍જા ભોગવટાની વાડીમા આવેલ ઓરડીમા ચાલતા જુગારના અખાડા ઉપર રેઇડ કરી ગંજીપતાના પાના વડે માંગ પાના (અંદર બહાર)નો પૈસાની હારજીતનો જુગાર રમતા નીચે લખ્‍યા નામ વાળા આરોપીઓના કબ્‍જા માંથી રોકડ રૂ.૩,૦૪,૫૦૦/- ગંજીપતાના પાના નંગ-પ૨ કિ.રૂ. ૦૦/૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૧૮ કિ.રૂ.૬,૬૦,૦૦૦/- મો.સા.- ૦૫ કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- તથા ફોરવ્‍હીલ કાર -૩ કિ.રૂ.૨૦,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૩૧,૬૪,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્‍ધ પો. હેડ કોન્‍સ. દિલીપભાઇ તલાવડીયાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સબ ઇન્‍સ. શ્રી એમ.વી.ભાટીયા નાઓએ જુગારધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.

પોલીસે અનિરૂધ્‍ધસિંહ ઉર્ફે અનીભા દેવુભા જાડેજા રહે. અંબાલાગામ દરબાર શેરી, તા.જોડીયા જી.જામનગર. પારસભાઈ ઉર્ફે ભોલુ મુકેશભાઈ જારીયા રહે. સવાપર, સરદાર પટેલ સોસાયટી, શેરી નંબર-૨, મોરબી. રાજેશભાઇ માણંદભાઇ ગરચર રહે.અંબાલાગામ, સ્‍વામીનારાયણ મંદિરની બાજુમા તા.જોડીયા જી.જામનગર. ભાવેશભાઇ નારણભાઈ ડાંગર રહે.દુધઇગામ, પ્‍લોટ વિસ્‍તાર તા.જોડીયા જી.જામનગર. વિશાલભાઈ રાજેશભાઈ રાજદેવ રહે. ગ્રીનચોક, દફતરી શેરી, નગરગેઈટ અંદર, મોરબી. ભાવેશભાઈ માણંદભાઈ ગરચર રહે. અંબાલાગામ સ્‍વામીનારાયણ શેરી પાછળ, તા.જોડીયા જી.જામનગર. મેહુલભાઈ લાખાભાઇ જીલરીયા રહે. રવાપરગામ, હનુમાન મંદિર વાળી શેરી, સરદાર પટેલ સોસાયટી, મોરબી. જયદીપભાઈ ધનશ્‍યામભાઈ ભડાણીયા રહે. રવાપરગામ, રામ મંદીર વાળી શેરી, જુનાગામ, તા.જી.મોરબી. જયદીપભાઈ મહેન્‍દ્રભાઇ લો રહે. રવાપરગામ, રામ મંદીરની બાજુમા તા.જી.મોરબી. ભરતભાઈ મેરામભાઈ ગરચર રહે. અંબાલાગામ, પરમાર શેરી, તા. જોડીયા જી.જામનગર. સુર્યાભાઈ નાનજીભાઇ મિયાત્રા રહે. રવાપરગામ, રામજી મંદિર વાળી શેરી, તા.જી.મોરબી. કિશોરભાઈ માધવજીભાઈ ગાંગાણી રહે. દુધઈગામ, ખડીવાળી શેરી, તા.જોડીયા જી.જામનગર. સુમીતભાઈ વસંતભાઈ ગોધાણી રહે. પંચાસર રોડ, નિત્‍યાનંદ સોસાયટી, શેરી નંબર-૪, દરજી વાળી શેરી, મોરબી. વિવેકભાઇ વિનોદભાઈ ગૌસ્‍વામી રહે. મોટાદહીસરા તા.માળીયા મીયાણા જી.મોરબી હાલ નાનીવાવડી, મોરબી. અનિરૂધ્‍ધસિંહ ભુપેન્‍દ્રસિંહ પરમાર રહે. નવા ગુજરાત હાઉસીંગ બોર્ડ, બ્‍લોક નંબર ૩૪૩, યાર્ડની સામે, મોરબી. વિશાલભાઈ હસમુખભાઈ ગાંભવા રહે. આમરણ, ડાયમંડનગર, ગેઇટ વાળી શેરી, તા.જી.મોરબી. અનિરૂધ્‍ધસિંહ સહદેવસિંહ જાડેજા રહે.ભીમકટાગામ તા.જોડીયા જી.જામનગરની ધરપકડ કરી છે.

 આ કાર્યવાહી પો.ઇન્‍સ. વી.બી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્‍ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઈ તલવાડીયા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, ધનશ્‍યામભાઈ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, કિશોરભાઈ પરમાર, સુમીતભાઈ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઈ વીરડા, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્‍દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામા આવેલ છે.

(12:55 PM IST)