તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
કેશોદ પાલિકાની સામાન્ય સભામાં ૧૭ સમિતિઓની થઈ રચના
બેઠકમાં વિકાસ કામો મુદ્દે જરૂરી ચર્ચાઓ બાદ કરાયા ઠરાવ પાસ : બેઠકમાં ૩૬માંથી ૩૪ સદસ્યોની હાજરીઃ ૯ વોર્ડના શાસક પક્ષના તમામ ૩૩ સદસ્યોને જુદી જુદી સમિતિઓમાં ચેરમેન અથવા સભ્ય તરીકે સ્થાનઃ ટાઉન પ્લાનિગમાં નગર નિયોજક -જુનાગઢ, ડે. કલેકટર - કેશોદ, ચીફ ઓફિસર તથા પસંદગી સમિતિમાં પ્રદેશ કમિશનર- ભાવનગર, ચીફ ઓફિસર, પ્રાદેશિક અગ્નિ શામનના પ્રતિનિધિનો સમાવેશ

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા.૨૨: ગત શુક્રવારે ભાજપ શાસિત કેશોદ નગરપાલિકાના સભાખંડમાં પાલિકા પ્રમુખ શ્રીમતી પ્રતીક્ષાબેન દેવળીયા ના અધ્યક્ષ સ્થાને ઉપપ્રમુખ શ્રીમતી ચંદ્રિકાબેન ભોપાળા, વિપક્ષના અજીતસિહ વેગડ, ચીફ ઓફિસર શ્રી મુકેશભાઈ વાઘેલા, સુપ્રિટેન્ડેન્ટ શ્રી પ્રવીણભાઈ વિઠલાણી સહિત અધિકારીઓ અને સદસ્યો ની ઉપસ્થિતિમાં દ્વિતીય સામાન્ય સભા મળેલ હતી.
આ બેઠકમાં વિવિધ વિકાસ કામો મુદ્દે ચર્ચાઓ બાદ સદસ્યોને રજૂઆત અને જુદી જુદી શાખાઓ તરફથી આવેલી રિપોર્ટ ને ધ્યાને લઈ નવા રોડ- રસ્તા, સ્ટ્રીટ લાઈટ ના નવા કામો, પ્રિ મોન્સૂન ની કામગીરી સહિત જરૂરી વિકાસકામો માટે ના મહત્વના ઠરાવો પસાર કર્યા હતા. આ સાથે પાલિકાની જુદી જુદી શાખાની કમિટી અને સમિતિઓની વહેંચણી પણ કરવામાં આવેલ હતી.
૩૩ ભાજપના અને ૩ કોંગ્રેસના મળી કુલ ૩૬ સદસ્યોની કમિટી ધરાવતી સ્થાનિક પાલિકા ના સદસ્યોની મળેલ આ બેઠકમાં સત્તાધારી પક્ષના ૩૨ તથા વિરોધ પક્ષ કોંગ્રેસના ૨ સભ્યો મળી કુલ ૩૪ સભ્યો હાજર રહેલ હતા. જેમાં કુલ ૧૭ જેટલી જુદી જુદી શાખા ની કમિટી અને સમિતિઓ ની રચના કરી આ અંગ જરૂરી ઠરાવ પસાર કરવા મા આવેલ હતો.
જિલ્લા ભાજપ મોવડી મંડળ દ્વારા સૂચવવામાં આવેલ ચેરમેન તથા સભ્યોની નામાવલી મુજબ હોદ્દાઓ ની ફાળવણી કરવામાં આવેલ. જેમાં (૧) કારોબારી સમિતિમાં જયદીપ ભાઇ રમણીક ભાઈ સાવલિયા (૨) બાંધકામ સમિતિમાં રોહનભાઈ નરેશભાઈ ચાવડા (૩) ટાઉન પ્લાનિગ સમિતિમાં હેતલબેન અનિલભાઈ માવદીયા (૪) વિકાસ સમિતિમાં મેહુલભાઈ નાનજીભાઈ ગોંડલીયા (૫) પસંદગી સમિતિમાં કુસુમબેન રાજેશકુમાર વણપરીયા (૬) વેરા વસુલાત સમિતિમાં ભારતીબેન લક્ષ્મણભાઈ કમરીયા (૭) પાણી પુરવઠા સમિતિ માં નીતિન ભાઈ લાલજીભાઈ ચિત્રોડા (૮) રોશની સમિતિમાં જયેશગીરી પ્રભાતગિરી ગોસ્વામી (૯) ડ્રેનેજ સમિતિમાં નીતિનકુમાર રતિલાલ કરડાણી (૧૦) ડે. એન. યુ. એલ. એમ. સમિતિમાં વિશાલભાઈ નરેન્દ્રભાઈ સોલંકી (૧૧) સ્ટોર સમિતિમાં રાજેશભાઈ કારાભાઈ હડિયા (૧૨) બાગ બગીચા સમિતિમાં નીરૂબેન ભોજાભાઇ કોડીયાતર (૧૩) વાહન વ્યવહાર સમિતિ માં વિકાસભાઈ જીવરાજ ભાઈ બળવા (૧૪) લાઇબ્રેરી (પુસ્તકાલય) સમિતિમાં બોરડ સાગરભાઇ જસમતભાઈ (૧૫) આરોગ્ય અને સેનીટેશન સમિતિમાં પિયુષભાઈ કરસનભાઈ કરમટા (૧૬) આપત્તિ વ્યવસ્થાપન સમિતિ માં મહેશભાઈ નારણભાઈ પરમાર (૧૭) સ્મશાન સમિતિમાં પ્રકાશભાઈ વ્રજલાલ વ્યાસ ની ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવેલ છે.
આ વિવિધ શાખા ની જુદી જુદી કમિટી સમિતિઓમાં નવેય વોર્ડના શાસક પક્ષના તમામ ૩૩ પ્રતિનિધિઓ ને ચેરમેન અથવા સદસ્ય તરીકે આવરી લેવામાં આવેલ છે. લગભગ તમામ સદસ્યોને એક થી વધુ સમિતિમાં સભ્ય તરીકે સ્થાન આપવામાં આવેલ છે. પ્રમુખ શ્રીમતી પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવળિયા નો પાણી પુરવઠા અને સ્ટોર સમિતિ મા તથા ઉપપ્રમુખ શ્રીમતી ચંદ્રિકાબેન હરેશભાઈ ભોપાળા નો પાણી પુરવઠા અને ડ્રેનેજ સમિતિ મા તથા શાસક પક્ષના નેતા અજયભાઈ ઉમેશભાઈ કોટક (હકાભાઇ) નો કારોબારી , ટાઉન પ્લાનિગ અને રોશની સમિતિ મા તેમજ દંડક શ્રીમતી પારુલબેન જયેશભાઈ દવે નો વેરા વસુલાત , ડ્રેનેજ અને સ્ટોર સમિતિ માં સમાવેશ કરવામાં આવેલ છે.
જ્યારે કારોબારી સમિતિમાં કુલ ૯ પ્રતિનિધિઓનો, ટાઉન પ્લાનિગ સમિતિ (ટી. પી.) માં નગરનિયોજકશ્રી - જુનાગઢ, નાયબ કલેકટર શ્રી - કેશોદ ,ચીફ ઓફિસર શ્રી, નગરપાલિકા - કેશોદ સહિત નવ પ્રતિનિધિઓનો તથા પસંદગી સમિતિમાં પ્રાદેશિક કમિશનર શ્રી - ભાવનગરના પ્રતિનિધિ શ્રી, ચીફ ઓફિસર નગરપાલિકા - કેશોદ, પ્રાદેશિક અગ્નિ શમન કચેરી ના પ્રતિનિધિ શ્રી સહિત કુલ ૬ પ્રતિનિધિઓ નો સમાવેશ કરવામાં આવેલ છે.
અત્રે નોંધનીય છે કે, ટાઉન પ્લાનિંગ અને પસંદગી સમિતી જેવા મહત્વપૂર્ણ એકમોમાં શહેરી વિકાસ માટે રાજ્ય સરકારની ગ્રાન્ટ અને યોજનાઓનો સીધો ઉપયોગ થતો હોય કાયદાકીય પાલન અને નીતિઓના રક્ષણ તથા રાજ્ય સરકાર અને સ્થાનિક સંસ્થાઓનું સંકલન જળવાઈ રહે તેમજ ન્યાયિક, યોગ્ય અને પારદર્શક રીતે ભરતી પ્રક્રિયા થાય તે હેતુ થી આ બંને મહત્વની સમિતિઓમાં જન પ્રતિનિધિ ઉપરાંત નિયમ મુજબ સંબંધિત તટસ્થ સરકારશ્રી ના પ્રતિનિધિઓ ને પણ સદસ્ય તરીકે સ્થાન આપવુ અનિવાર્ય હોય છે.
આ ઉપરાંત બાંધકામ, વેરાસુલાત , પાણી પુરવઠા , વિકાસ રોશની , ડ્રેનેજ સમિતિ, ડે.- એન. યુ.એલ. , સ્ટોર ,બાગ બગીચા , વાહન વ્યવહાર લાઇબ્રેરી (પુસ્તકાલય) , આરોગ્ય અને સેનીટેશન , આપત્તિ વ્યવસ્થાપન , અને સ્મશાન સમિતિ માં ચેરમેન સહિત (પ્રત્યેક સમિતીઓ માં) કુલ સાત-સાત પ્રતિનિધિઓ નો સમાવેશ કરવામાં આવતા તમામ હોદ્દેદારો તથા સભ્યોએ પોતાનો કાર્યભાર સંભાળી લીધેલ છે.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
