News of Monday, 14th September 2026
રાણાવાવના બાપોદર ગામે ૧૭ વર્ષની સગીરાએ ઝેર પીધું: ગંભીર
એમપીથી ફોન કરી છોકરો હેરાન કરતો હોવાનો આક્ષેપઃ સારવાર માટે રાજકોટ ખસેડાઇ

રાજકોટ તા. ૧૪: રાણાવાવના બાપોદર ગામે માલદેભાઇ ભીમાભાઇની વાડીમાં પરિવાર સાથે રહી મજુરી કરતી મુળ મધ્યપ્રદેશની ૧૭ વર્ષની સગીરા વાડીએ ઝેરી દવા પી જતાં સારવાર માટે પોરબંદર અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં રાણાવાવ પોલીસને જાણ કરવામાં આવી છે. સગીરા માતા-પિતાની એકની એક દિકરી છે. તેણીના માતાએ કહ્યું હતું કે એમપીમાં સગામાં થતો એક છોકરો તેણીને સતત ફોન કરી હેરાન પરેશાન કરતો હોઇ કંટાળી જતાં તેણીએ ઝેરી દવા પી લીધી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
