News of Wednesday, 29th July 2026
ઘરેથી નીકળી ગયેલ વૃદ્ધાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતી 181 અભયમ ટીમ મોરબી.
અભયમ ટીમે માજીએ જણાવેલા સરનામે પહોંચી વયોવૃદ્ધ માજીને સહી સલામત સોંપ્યા:તેમના પરિવારનુ યોગ્ય કાઉન્સિલિંગ કરી સલાહ સુચન માર્ગદર્શન કાયદાકીય માહિતી આપી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિક દ્વારા ફોન આવેલ કે એક અજાણી વયોવૃદ્ધ માજી ગભરાયેલી હાલતમાં છે ચિંતામાં છે તેમની મદદ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇન ની મદદની જરૂર છે
માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સેલર પટેલ સેજલબેન મહિલા કોન્સ્ટેબલ શીતલબેન તથા પાયલોટ નિતેશભાઇ તાત્કાલિક ઘટના સ્થળે વયોવૃદ્ધ માજીની મદદ માટે પહોંચેલ વૃદ્ધ માજીને ત્યાંના લોકોએ સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતા સૌપ્રથમ માજીને સાંત્વના આપી 181 ટીમ દ્વારા માજી સાથે વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ વયોવૃદ્ધ માજીનું સંવેદનશીલતા પૂર્વક કાઉન્સિલિંગ દરમિયાન માજી પોતાની મનોવ્યથા વ્યક્ત કરતા જણાવેલ કે તેમના પતિ કાયમ નાની-નાની વાતે ઝઘડો કરતા હોય જેથી માજી ને લાગી આવતા કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ હોય અભયમ ટીમે માજીએ જણાવેલા સરનામે પહોંચી વયોવૃદ્ધ માજીને સહી સલામત સોંપ્યા હતા તેમના પરિવારનુ યોગ્ય કાઉન્સિલિંગ કરી સલાહ સુચન માર્ગદર્શન કાયદાકીય માહિતી આપવામાં આવેલ અને ભવિષ્યમાં ઝઘડા ન કરવા તેમજ માજી નું યોગ્ય ધ્યાન રાખવા અને રાજી ખુશીથી તેમના પરિવાર સાથે રહેવા જણાવેલ વયોવૃદ્ધ માજીના પરિવારે 181 ટીમનો આભાર વ્યક્ત કરેલ
(12:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
