તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
મોટી પાનેલીના ૧૯ વર્ષના ધ્રુવ પરેશાનું ગોમટામાં બીજા માળેથી પડી જતાં મોત
શાપરની કંપનીમાં નોકરી કરતો હતોઃ એસીનો પાઇપ ફીટીંગ કરતી વખતે બનાવઃ રાજકોટમાં સારવારમાં મૃત્યુઃ પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા.૧૮: ઉપલેટાના મોટી પાનેલી ગામે રહેતાં ૧૯ વર્ષના યુવાનનું ગોડલના ગોમટા પાસે એસી પાઇપ ફીટીંગ વખતે બીજા માળેથી પડી જતાં મોત થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
જાણવા મળ્યા મુજબ મોટી પાનેલી રહેતો ધ્રુવ ભીખુભાઇ પરેશા (ઉ.વ.૧૯) તા. ૮/૫ના રોજ ગોંડલના ગોમટા ગામે એસી ફીટીંગનું કામ કરવા ગયો ત્યારે બીજા માળે પાઇપ ફીટીંગ વખતે અકસ્માતે પડી જતાં માથામાં, શરીરે ગંભીર ઇજાઓ થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર ધ્રુવ જોડીયા ભાઇ અને બે બહેનમાં નાનો હતો. તેના લગ્ન થયા નહોતાં. હાલ તે શાપર વેરાવળની ક્રિએટીવ એર સિસ્ટમ કંપનીમાં નોકરી કરતો હતો. કંપનીે કામનો ઓર્ડર મળ્યો હોઇ તે ગોમટા કામ કરવા ગયો ત્યારે આ બનાવ બન્યો હતો. યુવાન અને આશાસ્પદ દિકરાના મૃત્યુથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
