<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

જામનગર-રાજકોટ હાઇવે ઉપરથી ૪૦.૬૮ લાખનો ૧૯,૫૨૨ બોટલ દારૂ ઝડપાયો : જુઓ વિડીયો

માનસી હોટલ પાછળના ગોડાઉનમાં વિદેશી દારૂના કટીંગ પર પંચકોશી એ ડિવિઝન પોલીસનો દરોડોઃ રૂા. ૩.૫૩ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્તઃ એક શખ્‍સની ધરપકડ; મુખ્‍ય સૂત્રધાર સહિત ૧૦ ફરાર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા.૨૯ :..  પોલીસ મહાનિરીક્ષક  નિલેશ રાય  (IPS) રાજકોટ વિભાગ અને પોલીસ અધિક્ષક  ડો.રવિ મોહન સૈની  (IPS) દ્વારા પ્રોહિબીશનની પ્રવળત્તિ નેસ્‍ત-નાબૂદ કરવા સૂચના આપવામાં આવેલ હોય, જે અન્‍વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી પિયુષ વાંદા સાહેબના માર્ગદર્શન મુજબ પંચકોશી એ ડિવિઝનના પો.ઇન્‍સ. શ્રી આઇ.એ.ઘાસુરા કેસો શોધી કાઢવા સૂચના આપેલ હતી.

સર્વેલન્‍સ સ્‍ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળેલ કે માનસી હોટલ પાછળ હિતેષ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયાના કબ્‍જા ભોગવટાના ગોડાઉનમાં ગે.કા. વિદેશી દારૂનો જથ્‍થો રાખી કટીંગ કરી હેરાફેરી કરવામાં આવે છે. જે બાતમી આધારે રેઇડ કરતા સ્‍થળ પરથી બે અશોક લેલન બડા દોસ્‍ત પીકઅપ તથા એક બંધ બોડી વાળુ છોટા હાથી પડેલ હતું.

પોલીસે સ્‍થળ પરથી GJ ૧૦ TY ૧૯૬૫ વાળી પીકઅપના ડ્રાઇવર ધર્મેશભાઇ નવલભાઇ ચારીક ઉ.વ.૩૯ રહે. નવાગામ (ઘેડ) સ્‍વામિનારાયણ સોસાયટી, મામા મંદિર પાસે, જામનગરવાળાને પકડી પાડી ગોડાઉન તથા વાહનોમાંથી અલગ અલગ બ્રાન્‍ડની વિદેશી દારૂની નાની-મોટી બોટલો નંગ ૧૯૪૨૨ જેની કિ.રૂ.૩,૪૦,૬૮,૫૧૭ તથા ત્રણ વાહન તથા મોબાઇલ ફોન જેની કિ. રૂા.૧૩,૧૦,૦૦૦/- મળી કુલ કિ. રૂા.૩,૫૩,૭૮,૫૧૭/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પકડાયેલ આરોપી ધર્મેશ નવલભાઇ ચારીક રહે. નવાગામ (ઘેડ).પકડવાના બાકી આરોપીઓ (૧૦ ફરાર જાહેર)

(૧) હિતેષ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા રહે. રાજપાર્ક દરગાહની પાસે તા.જી.જામનગર (મુખ્‍ય સૂત્રધાર)

(૨) સુનીલ ઉર્ફે ભૂતી ધનજીભાઇ દોણાસીયા કોળી રહે. રાજપાર્ક જામનગર

(૩) સુનીલ બારૈયા રહે. રાજપાર્ક જામનગર

(૪) દિલીપ રહે. જુના રેલ્‍વે સ્‍ટેશન પાસે મો. ૭૦૪૧૪૫૨૪૩૫

(૫) મેરૂભાઇ રામાભાઇ રબારી રહે. પાસ્‍તર ભાણવડ જી.દેવભૂમિ દ્વારકા

(૬) યોગેશ કોળી રહે. ગુરૂદ્વારા ચોકડી પાસે જામનગર

(૭) રાહુલ રેશીયા રહે. ભીમવાસ જામનગર

(૮) વીમલો ડોડારો રહે. જામનગર

(૯) રોહીત કોળી રહે. શંકરટેકરી જામનગર

(૧૦) જીગો સોલંકી ખવાસ રહે. પંચેશ્વર ટાવર જામનગરનસ શોધખોળ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું છે કે આરોપીઓ આ દારૂનો જથ્‍થો મંગાવી પોતે તથા હિતેષ ઉર્ફે વાંગોના મિત્ર સુનીલ ઉર્ફે ભૂતી મારફતે જામનગર તથા સુનીલ બારૈયા રહે. રાજપાર્ક, દિલીપ રહે. જુના રેલ્‍વે સ્‍ટેશન પાસે વાળાઓ મારફતે વેચાણ અર્થે આપેલ હોય અને બાકીનો જથ્‍થો આપવા માટે વાહન તથા ગોડાઉનમાં ભરી રાખેલ હોવાનું જણાવ્‍યું છે.

આ કાર્યવાહી પંચકોશી એ ડિવિ. પો.સ્‍ટે. ના પો.ઇન્‍સ. આઇ.એ.ઘાસુરા તથા એ.એસ.આઇ. નિર્મળસિંહ બી. જાડેજા, જયપાલસિંહ વી. જાડેજા, પો.હેડ કોન્‍સ. રામદેવસિંહ જે. જાડેજા, ચેતનભાઇ આર. ધાંધરેટીયા, ગીરીરાજસિંહ કે. જાડેજા, ફરદેવસિંહ એમ. ઝાલા તથા પો.કોન્‍સ. કમલેશભાઇ એ. ખીમાણીયા, દિગ્‍વિજયસિંહ એમ. જાડેજા, કરણભાઇ એન. ચિયાર, મયુરસિંહ એન. ઝાલા વિગેરે દ્વારા કરવામાં આવી છે.

પકડાયેલ મુદ્દામાલમાં

(૧) વિદેશી દારૂની ૧૯૪૨૨ બોટલ - કિ.રૂ.૩,૪૦,૬૮,૫૧૭/-

(૨) અશોક લેલન બડા દોસ્‍ત પીકઅપ GJ ૧૦ TY ૧૯૬૫ - કિ.રૂ.૫,૦૦,૦૦૦/-

(૩) ટાટા છોટા હાથી GJ ૧૦ TX ૭૦૫૩ - કિ.રૂ.૩,૦૦,૦૦૦/-

(૪) અશોક લેલન દોસ્‍ત GJ ૧૦ TX ૬૪૭૨ - કિ.રૂ.૫,૦૦,૦૦૦/-

(૫) મોબાઇલ ફોન - કિ.રૂ.૧૦,૦૦૦/

 

(1:02 PM IST)