<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

૧ાા વર્ષનો બળદેવ ગરમ શાકના તપેલા પર પડતાં દાઝી ગયો

વાંકાનેરના વરડુસર ગામે બનાવ

રાજકોટ તા. ૩૦: વાંકાનેરના વરડુસર ગામે રમતો રમતો દોઢ વર્ષનો બાળક ગરમ શાકના તપેલા પર પડતાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

જાણવા મળ્‍યા મુજબ વરડુસરમાં રહેતાં મિતેષભાઇ વિંજવાડીયાનો દિકરો બળદેવ (ઉ.વ.૧ાા) સાંજે આઠેક વાગ્‍યે ઘરમાં રમતો હતો. આ વખતે તેના માતાએ ગુવારનું ગરમા ગરમ શાક બનાવી તપેલુ ચુલેથી ઉતારીને મુક્‍યું ત્‍યાં જ દોડતો આવલો બળદેવ તપેલા પર પડતાં દાઝી ગયો હતો. વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. મિતેષભાઇ ખેતી મજુરી કરે છે. બળદેવ પાંચ બહેનનો એકનો એક ભાઇ છે

(11:51 AM IST)