તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 3rd November 2026
જામનગરમાં દારૂના ૨૪૪૮ ચપલા સાથે ૨ આરોપીની ધરપકડ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩: નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબ નિર્લિપ્ત રાય રાજકોટ વિભાગ રાજકોટ નાઓ દ્રારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવ્રુતી નેસ્તનાબુત કરવા સૂચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડો.રવી મોહન સૈની સાહેબ નાઓએ પ્રોહી જુગારના કેશો શોધી અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના આપેલ હોય જે અનુસંધાને જામનગર લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધીક્ષક પ્રતીભાના માર્ગદર્શન મુજબ પ્રોહી જુગારના કેશો સોધી કાઢવા માટે પો.ઇન્સ. શ્રી એચ.બી.ધાંધલ્યા પંચકોશી બી ડીવી.પો.સ્ટે. નાઓ પ્રયત્નશીલ હતા.
તે દરમ્યાન પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. સંજયકુમાર એચ. જીલરીયા તથા પો.કોન્સ, દિવ્યરાજસિંહ વી જાડેજા નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, દરેડ જી.આઇ.ડી.સી. ફેસ ૦૨ મા આવેલ ટી.સી.આઇ. ટ્રાન્સપોર્ટની ઓફીસ ખાતેથી એક બોલેરો પીકપ વાહન રજી.નં.GJ-10-TY-4562 માં ઇંગ્લીશ દારૂ ભરાઇને લાલપુર તરફ જવા નીકળે છે તેવી ચોકક્સ હકીકત આધારે વોચ તપાસમા હતા દરમ્યાન દરેડ ગામ નીલગીરી ગોલાઇ ખાતે સદરહુ બોલેરો પીકપ વાહન નીકળતા જરૂરી કોર્ડન કરી રોકતા બોલેરો વાહનના પાછળના ઠાઠાના ભાગે સફેદ કલરના સુપરના બાચકાના કુલ ૬૮ પાર્સલ હોય જે તમામ પાર્સલમાં પ્લાસ્ટીકના ચપલા SHERRY PLATINUM પ્રીમીયમ બ્લેન્ડેડ વ્હીસ્કી નંગ-૨૪૪૮ કી.રૂ.૬,૬૩,૪૦૮/- ના તેમજ અન્ય મુદામાલ મળી કુલ મુદ્દામાલ રૂ.૧૪,૮૯,૯૦૮/- સાથે નીચે જણાવેલ આરોપીઓને પકડી પાડી એ.એસ.આઇ. સંજયકુમાર એચ. જીલરીયા નાઓએ ફરીયાદ રીપોર્ટ આપતા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી.ધાંધલ્યા નાઓએ કાયદેસર કાર્યવાહી કરેલ છે.
(૧) દિવ્યેશ નારણભાઇ હુણ (૨) નીલેષ નારણભાઇ હુણ રહે બન્ને.દરેડ જી.આઇ.ડી.સી. ફેસ ૦૩, હરી પાર્ક, શેરી નં. ૦૯/બી, તા.જી.જામનગર
પકડવા પર બાકી આરોપીઃ મો.ન.૯૦૮૧૭૦૦૨૭૪ વાળાના ઉપયોગ કર્તા વ્યક્તિ (દારૂનો જથ્થો મંગાવનાર)
પકડાયેલ મુદામાલઃ (૧) SHERRY PLATINUM પ્રીમીયમ બ્લેન્ડેડ વ્હીસ્કી પ્લાસ્ટીકના કંપની શીલબંધ ચપલા ૨૪૪૬ કી.રૂ.૬,૬૨,૮૮૬/- (૨) મહીન્દ્રા કંપનીનું બોલેરો પીકપ વાહન રજી.નંબર GJ-10-TY-4562 કી.રૂ.૮,૦૦,૦૦૦/- (૩) રોકડ રૂપીયા ૬૫૦૦/- (૪) એક બ્લ્યુ કલરનો ઇન્કવાળો રબ્બર સ્ટેમ્પ કી.રૂ.૦૦૧૦૦ (૫) ટેક્ષ ઇન વોઇસ તથા ઇવે બીલ કી.રૂ.૦૦૧૦૦ (૬) બે મોબાઇલ ફોન કી.રૂ.૨૦,૦૦૦/
આ કાર્યવાહી પો.ઇન્સ. એચ.બી. ધાંધલ્યા તથા એ.એસ.આઈ એસ.એચ જીલરીયા, હરીહરભાઇ બી. પાંડવ તથા પો.હેડ કોન્સ.મેરૂભાઇ વી. ભુંડીયા, ખીમાભાઇ ડી.જોગલ તથા સંદીપસિંહ એચ. કટારીયા તથા પો.કોન્સ. દિવ્યરાજસિંહ વી.જાડેજા, રાજદીપસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, અર્જુનસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ.
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
