તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Tuesday, 14th July 2026
જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વાઘની પજવણીનો વીડિયો વાયરલ મામલે 2 આરોપીઓની ધરપકડ
વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી : રાજકોટ જીલ્લાના પડધરી પંથકના બંને આરોપીઓ સામે ગુનો નોંધાયો

જૂનાગઢ તા.૧૪ : તા. 13/03/2026 ના રોજ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, જૂનાગઢ ખાતે વાઘની પલવણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ અંગે નિયામકશ્રી રાજદીપસિંહ ઝાલા, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, જૂનાગઢ દ્વારા તા. 12/03/2026 ના રોજ બનેલ ગુનાને ડિટેક્ટ કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નિયામક અને ક્યુરેટર રાજલબેન ડી. પાઠક, પરીક્ષેત્ર વન અધિકારી એલ. એચ. ચુવેજા, તથા વી. બી. કુછડીયા, વનરક્ષક, કું. એમ. સી. પારઘી, વ.ર.સ., એચ. કે. પરમાર, વ.ર.સ. સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી.
ધરપકડ કરાયેલા આરોપીઓ શિરોડીયા દેવા નાગજીભાઈ, ઉ.વ. 43, રહે. બોડી ઘોડી, તા. પડધરી, જી. રાજકોટ શિરોડીયા બાબુ ભીમભાઈ, ઉ.વ. 31, રહે. બોડી ઘોડી, તા. પડધરી, જી. રાજકોટની ધરપકડ કરવામાં આવી છે.
વન વિભાગની ટીમે બંનેની તા. 13/03/2026 ના રોજ અટકાયત કરી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ - 1972 ની જુદી-જુદી કલમો લગાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કેસમાં વન વિભાગે ઝડપી કાર્યવાહી કરી વન્યજીવોની સુરક્ષા અંગે કડક વલણ દર્શાવ્યું છે.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
