<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

માળીયા મીયાણા પાસે ગેરકાયદેસર રેતી ભરેલ ૧૦ ડમ્પરો પકડાયા રેન્જ આઇજી નિર્લી રાયની ટીમનો સપાટો: પાંચ કરોડથી વધુનો મુદામાલ કબ્જે


રાજકોટઃ મોરબી જીલ્લાના માળીયા મીંયાણા પાસે ગેરકાયદેસર રીતે ખનીજની હેરાફેરી સામે કાર્યવાહી કરવા રેન્જ આઇજી નિર્લી રાયે આપેલ સુચના અન્વયે રાજકોટ રેન્જના ટીમના પીઆઇ અપુર્વ પટેલ, પીઍસઆઇ બી.સી.મિયાત્રા, પીઍસઆઇ પી.ઍન.મોરી તથા પીઍસઆઇ કંટોલીયા સહિતની ટીમે ત્રાટકી લીઝ વગર ગેરકાયદેસર રેતીની હેરાફેરી કરતા ૧૦ ડમ્પરો અને તેના ચાલકોને પકડી પાડી કાર્યવાહી કરી છે.  અંદાજે પાંચેક કરોડથી વધુનો મુદામાલ કબ્જે કરી તમામ સામે ગુન્હો દાખલ કરવા તજવીજ હાથ ધરેલ છે. તસ્વીરમાં પકડાયેલ ડમ્પરો દ્રશ્યમાન થાય છે. (૪.૧૩)

(3:51 PM IST)