તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
ધાર્મિક વિધિના બહાને દંપતીને લૂંટનારા ૨ ઝડપાયા, રૂ.૭૫૦૦૦નો મુદ્દામાલ જપ્ત
અંતે છેતરપિંડી થઈ હોવાનું જણાતા પરિવારે બંને શખસો વિરુદ્ધ લાઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

અમરેલી : અમરેલીના લાઠીમાં ધાર્મિક વિધિ કરવાના બહાને બે શખસોએ એક પરિવાર સાથે છેતરપિંડી કરી હતી. જેમાં આરોપીએ પરિવારને કહ્યું કે, 'તમારો ધંધો સેટ થતો નથી, વિધિ કરવી પડશેપ' આમ, વિધિ કરવાના બહાને પરિવારને વિશ્વાસમાં લઈને રોકડ તથા સોનાની વીંટી લઈને બંને આરોપી ફરાર થઈ ગયા હતા. જોકે, વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા પરિવારે લાઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ રૂ.૭૫૦૦૦ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટના એમ છે કે, ૨૨ જૂન, ૨૦૨૬ના મોટર સાયકલ લઇને લાઠી તાલુકાના ભુરખીયા ગામે આવેલા બે શખસો એક રહેણાંક મકાને પાણી પીવાના બહાને ગયા હતા. જ્યાં એક વ્યકિત મીની ટ્રેકટર લઇ તેની પત્ની સાથે ઘરના ડેલા પાસે શેરીમાં ઉભો હતો. જેમાં બંને શખસો ઘર આગળ ઉભેલા દંપતી પાસે જાય છે અને તેઓ સરધાર રામાપીરની જગ્યાએથી આવ્યા હોવાનું કહીને પાડરશીંગા ગામે રામાપીરની જગ્યાએ જવાના રસ્તા વિશે પૂછ્યું હતું. આ દરમિયાન આરોપીઓએ દંપતીને પાણી પીવડાવવા કહ્યું હતું.જો કે, પાણી પીધા બાદ બંને શખસોએ દંપતીને કહ્યું કે, 'તમારા દિકરાના લગ્ન થયા ત્યારે કોઇએ તમારા પરિવાર ઉપર મેલુ નાખ્યું છે, જેના લીધે તમારો ધંધો સેટ થતો નથી. એટલે તમારે વિધિ કરવી પડશે.' જેમાં દંપતીએ વિધિ કરવાની હા પાડતા, બંને શખસોએ વિધિના બહાને રૂ.૨૦૦૦૦ તથા એક સોનાની વીંટી લઈને ભાગી ગયા હતા. અંતે છેતરપિંડી થઈ હોવાનું જણાતા પરિવારે બંને શખસો વિરુદ્ધ લાઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.આરોપીઓના નામઃદિપકનાથ નારણનાથ ધાંધુ (ઉં.વ.૩૪, રહે.જસદણ, વિછીંયા રોડ, શિવનગર તા.જસદણ, જિ.રાજકોટ)
રોહીતનાથ ભગવાનનાથ ધાંધુ (ઉં.વ.૩૨, રહે.જસદણ, વિછીંયા રોડ, શિવનગર તા.જસદણ, જિ.રાજકોટ)
રૂ.૭૫૦૦૦નો મુદ્દામાલ જપ્ત
રૂ.૨૦૦૦૦ રોકડ
૨.૪૧ ગ્રામ, રૂ.૩૦૦૦૦ની કિંમતની એક સોનાની વીંટી
ગુનામાં વપરાયેલું આશરે રૂ.૨૫૦૦૦ની કિંમતનું મોટર સાયકલ
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
પકડાયેલા બંને આરોપીઓ વિરૂધ્ધ હળવદ પો.સ્ટે. (મોરબી)માં IPCની કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦બી મુજબ, રાજકોટ શહેર બી ડીવી પો.સ્ટે.માં IPCની કલમ ૪૦૬, ૪૨૦ હેઠળ અને રાજકોટ ગ્રામ્ય પડધરી પો.સ્ટે.માં IPCની કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ હેઠળ ગુનો નોંધાયેલો છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
