તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
માધવપુરની ચોપાટીમાં સ્ટીમ ઢોકળાની રેંકડીએથી ૨૧૪૦૦ના દારૂ સાથે ૨ યુવાનો ઝડપાયા
રેંકડીમાં છુપાવેલ અલગ અલગ બ્રાન્ડના કુલ ૧૭૦ નંગ દારૂના પ્લાસ્ટિકના ચપટા પોલીસે પકડી પાડયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૩: માધવપુર (ધેડ)ની ચોપાટી ઉપરથી સ્ટીમ ઢોકળાની રેંકડીમાં છુપાવેલ દારૂના ૧૭૦ પ્લાસ્ટિકના ચપટા કિ.૨૧૪૦૦ની સાથે માધવપુરના આશીષ ઉર્ફે લાલો નાથાભાઇ મોકરિયા અને સતીષ ભીમાભાઇ નામના બંને યુવાનોને પોલીસે પકડીને પ્રોહિબિશન એકટ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
સ્ટીમ ઢોકળાની રેંકડીએથી ૨૧૪૦૦ના દારૂના પ્લાસ્ટીકના ચપટા સાથે ઝડપાયેલા આશીષ ઉર્ફે લાલો નાથાભાઇ મોકરિયા (ઉ.વ.૩૪) અને સતીષ ભીમાભાઇ વાળા (ઉ.વ.૨૪)બંને સામે માધવપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લોકરક્ષક ધર્મેશભાઇ ગોવિન્દભાઇ વાળાએ નોંધાવી છે.
બંને યુવાનો પાસે દારૂના પ્લાસ્ટિકના અલગ અલગ બ્રાન્ડના ૧૮૦ એમ.એલ. ચપટા નં.૪૭ કિ. ૬૫૮૦, અન્ય ૧૮૦ એમ.એમ.ના ચપટા નંગ-૪૮ કિ. ૪૩૨૦ તેમજ વધુ ચપટા નંગ ૭૫ કિ. ૧૦૫૦૦ મળીને કુલ દારૂના ચપટા નંગ-૧૭૦ કિ. ૨૧૪૦૦ના મળી આવતા તેમની સામે પોલીસે કાર્યવાહી કરી છે. માધવપુર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ એસ.વી. સૈયદ તપાસ ચલાવી રહયા છે.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
