<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

ગીર સોમનાથના ઉનામાં મોદેશ્વર રોડ પર 2 યુવાનો પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો: ગંભીર ઇજા

જૂની અંગત અદાવત રાખીને આવેલા 8 થી 10 જેટલા સશસ્ત્ર શખ્સોએ બે યુવકોને આંતરીને તેમના પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી દીધો

ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં આવેલા મોદેશ્વર રોડ પર આજે સાંજે સરેઆમ હિંસક હુમલાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. જૂની અંગત અદાવત રાખીને આવેલા 8 થી 10 જેટલા સશસ્ત્ર શખ્સોએ બે યુવકોને આંતરીને તેમના પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી દીધો હતો અને ત્યારબાદ હુમલાખોરો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. હાલ ઉના પોલીસે આ મામલે ગુનો નોંધી હુમલાખોરોને પકડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(12:50 AM IST)