<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

લાઠીના શેખ પીપરીયામાં ૨૦ ઇંચ વરસાદ

 

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૭: અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના શેખ પીપરીયા ગામે કાલે રાત્રીના એકસાથે ૨૦ ઇંચ વરસાદ ખાબકયો હોવાનું જાણવા મળ્‍યું છે. કાલે અમરેલી જીલ્લામાં અનેક વિસ્‍તારોમાં ધોધમાર વરસાદ પડયો છે ત્‍યારે સાંજના સમયે લાઠી તાલુકાના શેખ પીપરીયા ગામે મેઘરાજાએ પધરામણી કરી હતી અને સતત વરસાદ વરસતા ૨૦ ઇંચ જેટલો વરસાદ તુટી પડયો હતો. એકધારો વરસાદ વરસતા ગામમાં પાણી-પાણી થઇ ગયું હતું. આ વરસાદના કારણે ચાવંડ- ટોડા વચ્‍ચેનો રસ્‍તો બંધ થય ગયો હતો. જો કે વરસાદી પાણી ઓસરતા આ રસ્‍તો આજે બપોરથી પુનઃ ચાલુ થઇ ગયો છે.

(11:54 AM IST)