તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
મોરબીમના રવાપર-વીરપર વચ્ચેના નવા વિસર્જન સ્થળે 5મા દિવસે 20 થી વધુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરાયું
9મા અને 11મા દિવસે ભીડ ટાળવા કલેક્શન સેન્ટર પર મૂર્તિ જમા કરાવવા તેમજ નિયત સ્થળે જ વિસર્જન કરવા મહાનગરપાલિકાની અપીલ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે રવાપર અને વી૨૫૨ની વચ્ચે એક નવું વિસર્જન સ્થળ નક્કી કરવામાં આવ્યું છે. ગણેશ મહોત્સવ દરમિયાન ઘણા લોકો 3જા, 5મા કે 7મા દિવસે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરતા હોય છે. ત્યારે આજે ગણેશ સ્થાપનના 5મા દિવસે આ નવા સ્થળે 20 થી વધુ મૂર્તિઓનું વિસર્જન ક૨વામાં આવ્યું હતું.
મહાનગરપાલિકા દ્વારા ગણેશ સ્થાપન કરનારા તમામ ભક્તોને ખાસ અપીલ કરવામાં આવી છે કે, બાપ્પાની મૂર્તિઓ જ્યાં-ત્યાં પધરાવવાને બદલે મહાનગરપાલિકા દ્વારા નક્કી કરાયેલી જગ્યાએ જ પધરાવવામાં આવે. આ ઉપરાંત, આગામી 9મા અને 11મા દિવસે વિસર્જન માટે કલેક્શન સેન્ટર રાખવામાં આવ્યું છે. વિસર્જન સ્થળે લોકોની વધુ ભીડ ન ઉમટે અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી તંત્ર દ્વારા અપીલ કરાઈ છે કે લોકો કલેક્શન સેન્ટર પર જ પૂજા-અર્ચના કરી મૂર્તિઓ આપી દે, જેથી સુચારુ રૂપે વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ કરી શકાય.
(12:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
