<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

જખૌ નજીક સૈયદ સુલેમાનપીર ટાપુ પરથી ચરસના 20 બિનવારસી પેકેટ મળ્યાં

બિનવારસી હાલતમાં મળેલા ડ્રગ્સ પેકેટ અંગે વધુ તપાસ : સતત કચ્છના દરિયાઈ વિસ્તારમાં ડ્રગ્સ મળી આવતા સુરક્ષા એજન્સીઓએ વધુ સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું

કચ્છ દરિયાઈ વિસ્તારમાંથી બિનવારસી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે જખૌ નજીક સૈયદ સુલેમાનપીર ટાપુ પરથી ચરસના 20 બિનવારસી પેકેટ મળી આવ્યા છે. સ્ટેટ આઈબી, એસઓજી અને મરીન પોલીસની સંયુક્ત પેટ્રોલિંગ દરમ્યાન ડ્રગ્સ પેકેટ મળ્યા. બિનવારસી હાલતમાં મળેલા ડ્રગ્સ પેકેટ અંગે વધુ તપાસ હાથ ધરાઈ. સતત કચ્છના દરિયાઈ વિસ્તારમાં ડ્રગ્સ મળી આવતા સુરક્ષા એજન્સીઓએ વધુ સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું. ડ્રગ્સ પેકેટોની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત કરોડોમાં હોય છે

(7:04 PM IST)