તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
વિંછીયાના હાથસણીમાં ૨૦ વર્ષની કોલેજીયન છાત્રા રવિનાનો આપઘાત
ઝેરી દવા પી લેતાં રાજકોટમાં દમ તોડયોઃ પોલીસ ભરતી માટે પરિક્ષા પણ આપી હતીઃ કારણ અકળઃ યુવાન દિકરાના મૃત્યુથી પરિવારજનોમાં શોક

રાજકોટ તા. ૩૦: વિંછીયાના હાથસણી ગામે રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી વીસ વર્ષની યુવતિએ ઝેર પી આપઘાત કરી લેતાં પરિવામાં અરેરાટી વ્યાપી ગઇ છે. કોલેજમાં ભણવા સાથે તેણી પોલીસમાં ભરતીની તૈયારી પણ કરતી હતી. તાજેતરમાં તેણે આ માટેની પરિક્ષા પણ આપી હતી.
જાણવા મળ્યા મુજબ હાથસણી ગામે રહેતી રવિનાબેન ધનજીભાઇ રંગપરા (ઉ.વ.૨૦) નામની યુવતિએ ૨૮મીએ ઝેરી દવા પી લેતાં વિંછીયા સારવાર માટે ખસેડાઇ હતી. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. પરંતુ અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વિંછીયા પોલીસને જાણ કરી હતી.
આપઘાત કરનાર રવિનાબેન ત્રણ બહેન અને એક ભાઇમાં નાની હતી અને કોલેજમાં અભ્યાસ કરતી હતી. તાજેતરમાં તેણે પોલીસ ભરતી માટે પરિક્ષા પણ આપી હતી. આપઘાત પાછળ કોઇ ચોક્કસ કારણ બહાર ન આવતાં વિછીયા પોલીસે તપાસ યથાવત રાખી છે. યુવાન અને આશાસ્પદ દિકરીના આ પગલાથી રંગપરા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
