તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
જામનગરમાં શ્રીજી શિપીંગ સાથે ૨૦.૫૬ કરોડની છેતરપીંડી
કચ્છના ગાંધીધામની મહેશ્વરી હેન્ડલીંગ એજન્સી પ્રા.લિ.ના ડાયરેકટર ચંદનકુમાર મહેશ્વરી સામે ફરીયાદ નોંધાવી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૪: અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જીતેન્દ્ર હરીદાસ લાલ, ઉ.વ.પ૮, રે. ‘મારૂતી', સ્વસ્તીક સોસાયટી, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, સને ર૦૧૯ થી આજદીન સુધી આરોપીઓ મહેશ્વરી હેન્ડલીંગ એજન્સી પ્રા.લી. ના ડાયરેકટર ચંદનકુમાર છગનલાલ મહેશ્વરી, રે. પ્લોટ નં.૬૪૦, ૧ર/સી, લીલશાહ સર્કલ, ગાંધીધામ એ ફરીયાદી જીતેન્દ્ર લાલની શ્રીજી શીપીંગ કંપની દ્વારા આપવામાં આવેલ સર્વીસ જેવી કે બાર્જ, ટગ ભાડે આપવાની તેમજ અન્ય સ્ટીવડોરીંગ સર્વીસ લીધેલ જેના ચાર્જ પેટે ચુકવવાના નાણા કુલ રૂ.ર,પ૬,૭ર, ૪૪૦/- તથા સીઘ્ધી મરીન સર્વીસીસ એલએલપી ની સર્વીસ લીધેલ તેના ચાર્જ પેટે ચુકવવાના થતા રૂ.૧૩, ૭૩, ૧૭, ૬૮૭, ચુકવેલ નથી તેમજ ફરીયાદી જીતેન્દ્ર લાલની નરોતમકા કોમોડીટીઝ પ્રાઈવેટ લીમીટેડ માંથી લીધેલ લોનના વ્યાજ સહિત રૂ.૪, ર૬, ૯પ,રપ૭ મળી કુલ રૂ.ર૦,પ૬,૮પ,૩૮૪ રૂપિયા નહી ચુકવી ફરીયાદી જીતેન્દ્ર લાલની કંપની સાથે ગુનાહીત વિશ્વાસઘાત કરી ગુનો કરેલ છે.
દારૂની સાથે ઝડપાયો : એક ફરાર
જામનગર : અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. જયપાલસિંહ કનકસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩-૬-ર૦ર૬ ના નવાગામ ઘેડ, ખડખડનગર, માવજીભાઈની દુકાન પાસે આરોપી મુકેશ રાયમલભાઈ લોલાડીયા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-૯૭, કિંમત રૂ.ર૯,૧૦૦/- તથા ફોર્ડકીગો કાર કિંમત રૂ.૧,૭પ,૦૦૦/- મળી કુલ કિંમત રૂ.ર,૦૪,૧૦૦/- મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી વીકી ઠાકોર ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દારૂના ચપલા સાથે ઝડપાયો : એક ફરાર
જામનગર : અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. છત્રપાલસિંહ પૃથ્વીસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩-૬-ર૦ર૬ ના નવાગા ઘેડ, ખડખડનગર પાસે, બાપા સીતારામની મઢુલી પાસે આરોપી મોહીતભાઈ કાનાભાઈ ચાવડા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂના ચપલા નંગ-રપ, કિંમત રૂ.૭પ૦૦/- તથા મેટ બ્લેક કલરની એકસેસ મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦ ઈ.ઈ. ૮૯૭ર કિંમત રૂ.૪૦,૦૦૦/- મળી કુલ રૂ.૪૭,પ૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી અરજણભાઈ માંડણભાઈ જોગલ ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કુવામાં પડી જતા યુવાનનું મોત
જામનગર : કાલાવડ તાલુકાના ટોડા ગામે અમૃતભાઈની વાડીએ રહેતા મુકેશભાઈ બીજયાભાઈ પરમાર, ઉ.વ.રપ એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૩-૬-ર૦ર૬ ના મરણજનાર દસુભાઈ બીજયાભાઈ પરમાર, ઉ.વ.૪૦ ને આશરે ચારેક વર્ષથી વાય આવવાની બિમારી હોય જેથી વાય આવતા બાજુમાં રહેલા કુવામાં પડી જતા માથામા ઈજા થતા અકસ્માતે મરણ થયેલ છે
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
