તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
જામનગરમાં જન્માષ્ટમીએ ખીજડા મંદિરથી નીકળશે ૨૦મી ભવ્ય સાર્વજનિક શોભાયાત્રા
૨૦ માં વર્ષે ૨૦ સ્થળે મટકી ફોડનું આયોજન તથા ઠેર ઠેર સ્વાગત કાર્યક્રમો કાન્હાને મારૂ માખણ અંતર્ગત ખીજડા મંદિરે ભક્તોને માખણ ધરાવવાનું અનોખું આયોજન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩: છોટીકાશી ગણાતા જામનગરમાં ભગવાન શ્રીકળષ્ણના જન્મના વધામણા કરવા માટે સૌ કોઈ અધીરા બન્યા છે અને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા ૧૯ વર્ષથી નીકળતી શ્રીકળષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા પ્રતિવર્ષની માફક આ ૨૦માં વર્ષે વિશિષ્ટ આયોજન સાથે નીકળવાની છે. તે પૂર્વે ખીજડા મંદિર ખાતે શ્રીકળષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા બેઠકોમાં શોભાયાત્રાનું સંકલન કરવામાં આવ્યું છે. આ સાર્વજનિક કાર્યમાં મોટી સંખ્યામાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, ભાઈઓ અને બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં ૨૦થી વધુ ફ્લોટ્સો સાર્વજનિક શોભાયાત્રામાં જોડાનાર છે અને ઠેર ઠેર હવાઈ ચોકથી લઇ સમગ્ર રૂટ દરમિયાન મટકી ફોડ અને સ્વાગતના પણ વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે.
જામનગરમાં છેલ્લા દોઢ મહિનાથી જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા માટે તમામ સંસ્થાઓ અને અગ્રણીઓ સાથે ભારે ઉત્સાહથી તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. જન્માષ્ટમીની ઘડીયો ગણાય રહી છે ત્યારે શ્રીકળષ્ણના જન્મના વધામણા કરવા માટે સાર્વજનિક શોભાયાત્રાના સુચારુ આયોજન માટે શ્રી ૫ નવતનપુરી ધામ, ખીજડા મંદિર ખાતે શ્રી કળષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંતશ્રી વિભૂષિત આચાર્ય શ્રી કળષ્ણમણિજી મહારાજની નિશ્રામાં અનેક બેઠકોમાં જન્માષ્ટમી શોભાયાત્રાનું સંકલન કરવામાં આવ્યું છે.
જામનગરમાં નીકળી રહેલી ૨૦મી શ્રીકળષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા અનુસંધાને શ્રી કળષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંતશ્રી વિભૂષિત આચાર્ય શ્રી કળષ્ણમણિજી મહારાજે ભક્તિ સાથે સ્વયંભૂ કળષ્ણમયી બની ભાવપૂર્વક આ શોભાયાત્રામાં લોકોને જોડાવા આહવાન કર્યું છે. અને સમયસર લોકોએ પણ શોભાયાત્રા પ્રારંભે જોડાઈ અને સમયનો પણ ખાસ ધ્યાન રાખવા ભાર મૂકયો હતો. જામનગર શહેરમાં ૨૦માં વર્ષે નીકળી રહેલી શોભાયાત્રા ને લઈને ૨૦ જેટલી જગ્યાઓએ જાહેર સ્થળો ઉપર શ્રી કળષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા માટે ધાર્મિક, સામાજિક અને રાજકીય આગેવાનો-અગ્રણીઓના આહવાન કરતા બેનરો લાગ્યા છે આ ઉપરાંત ગાગીયા એન્ડ સન્સના ભાવેશભાઈ ગાગીયા (બાદશાહ ભાઈ) ના સહયોગથી સ્ટીકરો, રીક્ષા બેનરો પણ લગાવી બહોળો પ્રચાર પ્રસાર પણ થયો છે. સનાતનની ગૌરવ સાથે હાથ ધરાયેલ હર ઘર ભગવા અભિયાન અંતર્ગત પણ વિશ્વ હિન્દુ પરિષદના ભરતભાઈ ડાંગરિયા, રમેશભાઈ તારપરા, નિલેશભાઈ વાટલિયા, રસિકભાઈ અમરેલીયા, વેપારી અગ્રણી જીતુભાઈ લાલ, રાકેશભાઈ ડેર, કેતનભાઇ નાખવા, પ્રવિણાબેન રુપડીયા, જયેશભાઈ કથીરિયા, માવજીભાઈ રામોલિયા, દિનેશભાઈ ડાંગરિયા, મગનભાઈ (ભારત પ્રિસિઝન) સહિતના અગ્રણીઓ અને નામી અનામી અનેક ધર્મપ્રેમીઓ દ્વારા સહયોગ કરવામાં આવ્યો હતો. જેને લઇને ખુશી વ્યક્ત કરી સૌ દાતા અને સૌજન્ય આપનાર લોકોને પણ ધન્યવાદ આપી સાધુવાદ પાઠવ્યા હતા.
જામનગરમાં સતત ૧૯ વર્ષથી નીકળી રહેલી શોભાયાત્રા આ વર્ષે ૨૦માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે જેના માટે શ્રીકળષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિના સમિતિના કિંજલભાઈ કારસરીયા, ભરતભાઈ ડાંગરિયા, દિલીપભાઈ આશર, ભીમશીભાઇ પિઠીયા, કિશનભાઇ વસરા સહિતના અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા સંકલન કરી આ વર્ષે નીકળનારી શોભાયાત્રા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
જામનગરમાં નીકળી રહેલી ૨૦મી શ્રીકળષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રામાં શ્રી ૫ નવતનપુરી ધામ-ખીજડા મંદિર ટ્રસ્ટ, શ્રી આણદાબાવા સેવા સંસ્થા, મોટી હવેલી-વ્રજ વલ્લભ સોશિયલ ગ્રુપ, શ્રી ગાયત્રી શક્તિ પીઠ, ખોડલધામ, વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળ, ગૌ સમ્માન આહ્વાન અભિયાન, જામનગર લોહાણા મહાજન, સમસ્ત બ્રહ્મ સમાજ, જિલ્લા શહેર સૌરાષ્ટ્ર કચ્છ, હરે કળષ્ણ વાળા (રાજુભાઈ કાન્ત), ઓમ યુવક મંડળ, પ્રણામી ગ્લોબલ સ્કૂલ, હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ, હરિદાસ (બાબુભાઈ) જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ, લેઉવા પટેલ સેવા સમાજ, આંતરરાષ્ટ્રીય કુર્મી સેના, સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટી, સહિતની સંસ્થાઓ પ્રતિનિધિઓ દ્વારા પોતાના ધાર્મિક ફ્લોટસો સાથે શોભાયાત્રામાં જોડાઈ રહ્યા છે.
આ શોભાયાત્રા પૂર્વે ખાસ વધુ પ્રચાર થાય તે માટે સેલ્ફી ઝોન પણ બનાવવામાં આવ્યો છે જેમાં અલગ અલગ બે સાઈઝમાં ફોટા સાથેના સેલ્ફી બનાવવા માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ વર્ષે જન્માષ્ટમી પૂર્વે ૩ સ્પેમ્બરે કાન્હાને મારૂ માખણ અંતર્ગત ભક્તોને માખણ ધરાવી સહભાગી બનાવવા આયોજન કરાયું છે. આ અભિગમ સાથે કળષ્ણ ભક્તોને શોભાયાત્રા દરમિયાન ભગવાન કળષ્ણની ભાવતા માખણ ધરાવી સહભાગી થવા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. કાન્હાને મારૂ માખણ અંતર્ગત જામનગર શહેરભરમાં વસતા તમામ ધાર્મિક સંસ્થાઓ, ભક્તજનો, મહિલા મંડળ, સત્સંગ મંડળને ખાસ ૧૫ મી ઓગસ્ટના રોજ સાંજે ૫:૩૦ થી ૬:૦૦ કલાક દરમિયાન પોતાના ઘરેથી તાજુ માખણ લાવી શ્રી ૫ નવતનપુરીધામ, ખીજડા મંદિર ખાતે ભક્તિ ભાવ સાથે માખણ અર્પણ કરવા માટે આહવાન કરાયું છે.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
