<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

જામનગરમાં જીમ મેટની આડમાં દારૂના ૨૧૬૦ ચપલા ઝડપાયા

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૩: જીલ્લામાં દારૂની બદી સદંતર નાબુદ કરવા નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ,  નિર્લીપ્ત રાય સાહેબ (IPS) તથા પોલીસ અધિક્ષક ડો.રવી મોહન સૈની (IPS) અને ના.પો.અધીશ્રી જામ.શહેર વિભાગ જયવીરસિંહ ઝાલા સાહેબ એ વધુમાં વધુ પ્રોહી. ના કેસો કરવા અને દીવાળીના તહેવાર સમયે કોઈ પ્રોહી.ની પ્રવળતી ન થાય અને પ્રોહી.ની બદી સદંતર નાબુદ કરવા સુચના કરેલ હતી.

ઉપરોકત સુચના અન્‍વયે સીટી બી પો.સ્‍ટે.ના પોલીસ ઇન્‍સ્‍પેકટર એન.બી.ચૌહાણ તથા પો. સબ ઇન્‍સ. ડી.કે. ગોહીલ સાથે સર્વેલન્‍સ સ્‍ટાફના માણસો પોલીસ સ્‍ટેશન વિસ્‍તાર નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન પોલીસ ઈન્‍સ. એન.બી.ચૌહાણ નાઓને ખાનગી રાહે હકિકત મળેલ કે ગોમતીપુર, બજરંગવાડીની બાજુમાં આવેલ જયપુર ગોલ્‍ડન ટ્રાન્‍સપોર્ટ પ્રા.લી. ના ગોડાઉનમાં માલ સામાનના પાર્સલની આડમાં ભારતીય બનાવટ ના વીદેશી દારુનો જથ્‍થો આવેલ છે જે હકીકત આધારે પંચો સાથે ટ્રાન્‍સપોર્ટ ગોડાઉનના મેનેજરને સાથે રાખી હકીકત વાળી જગ્‍યાએ રેઈડ કરતા જીમ મેટના પાર્સલની આડમાં આવેલ કુલ ૬૦ પાર્સલમા ભારતીય બનાવટના વિદેશી દારૂના ચપલા નંગ ૨૧૬૦ કી.રૂ.૫.૮૫,૩૬૦/ તથા જીમ મેટ નંગ ૩૦૦ કી.રૂ.૭૫,૦૦૦ મળી કુલ કિ.રૂ.૬,૬૦૩૬૦/- નો મુદામાલ કબ્‍જે કરેલ છે. આ દારૂ મોકલનાર સીમરન એન્‍ટરપ્રાઈઝ, દિલ્‍હી તથા માલ મંગાવનાર યુવરાજ એન્‍ટરપ્રાઈઝના જવાબદાર માણસ સામે ધોરણસર થવા પો.સબ ઈન્‍સ ડી.કે.ગોહીલે ફરીયાદ આપી પોલીસ ઈન્‍સ. એન.બી.ચૌહાણે કાર્યવાહી કરેલ છે.

આ કામગીરી પોલીસ ઈન્‍સ.  એન.બી.ચૌહાણ તથા પો.સબ ઈન્‍સ. ડી.કે.ગોહીલ, સર્વેલન્‍સ સ્‍કોર્ડના એ.એસ.આઈ મુકેશસીહ રાણા, રાજેશભાઈ વેગડ, રવીન્‍દ્રસીહ જાડેજા તથા પો.હેડ કોન્‍સ ક્રિપાલસિંહ સોઢા, તથા પો.કોન્‍સ જયદીપસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ વાઢેર, પ્રહલાદસીહ જાડેજા, નીલેશભાઈ ગઢવી, રવીકાંત રાઠૌર, કપીલભાઈ ગુજરીયા દ્વારા કરવામાં આવેલ છે.

(12:59 PM IST)