તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
રાજકોટ જિલ્લામાં જુગારના ૪ દરોડા છ મહિલાઓ સહિત ૨૩ ઝડપાયા
ગોંડલ સીટી, તાલુકા, ભાયાવદર અને જામકંડોરણા પોલીસના ગ્રીન રોડ, ન્યુ પ્લોટ બસ સ્ટેશનપાસે, રૂપાવટી અને ચાવંડી ગામે દરોડા

રાજકોટ, તા.૧૪: ગોંડલસીટી, ગોંડલ તાલુકા, ભાયાવદર અને જામકંડોરણા પોલીસે જેતપુર ગ્રીન રોડ, રૂપાવટી ગામ, ન્યુ પ્લોટ બસ સ્ટેશન અનુે ચાવંડીગામે દરોડા પાડી જુેગાર રમતી છ મહિલાઓ સહિત ૨૩ ને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. ગોંડલ સીટી બી-ડીવીઝન પોલીસે જેતપુર રોડ ગ્રીન પાર્કમાં જુગાર રમતા સરોજબેન ગજાભાઇ રાઠોડ (ઉ.વ.૬૨) ચંદ્રીકાબેન ઉર્ફે સુખાબુન પ્રભાત ઉર્ફે હકાભાઇ ડોડીયા(ઉ.વ.૩૧) આશાબેન રમેશભાઇ સરવૈયા (ઉ.વ.૫૦) જયશ્રીબેન પરેશભાઇ ઉર્ફે પોલાભાઇ જાડેજા (ઉ.વ.૪૫) પ્રીતીબેન જીગ્નેશભાઇ શુકલ (ઉ.વ.૩૭) (રહે. બધા જેતપુર ગ્રીન પાર્ક સો.સા. તા.ગોંડલ પ્રીતીબેન હેમાંશુભાઇ ઠાકર (ઉ.વ.૪૯ રહે. ગોંડલ જેતપુર રોડ નંદનવન સો.સા.) રૂા.૪૩,૩૦૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા. બીજા દરોડામાં ગોંડલ તાલુકા પોલીસે રૂપાવટી ગામમાં જુગારરમતા મનુભાઇ બાધુ ચારોલીયા(ઉ.વ.૩૫) હરેશભાઇ કાનજી ચાંડયા (ઉ.વ.૩૫) અને અજય બધુભાઇ ચારોલીયા ગોગન નરશીભાઇ ચારોલીયા જાદવ કેસુભાઇ ચારોલીયા (બધા રહે. રૂપાવટી) ને રૂા.૧૪૧૩૦ના મુદામાલ સાથે પકડી લીધા હતા. ત્રીજા દરોડામાં ભાયાવદર પોલીસે ન્યુ પ્લોટ બસ સ્ટેશન નગરપાલિકા ગોડાઉન સામે જુગારરમતા મુકેશભાઇ નરશીભાઇ બરોચીયા (ઉ.વ.૫૭ રહે. ભાયાવદર ન્યુ પ્લોટ બસ સ્ટેશન પાસે) સચિન કિશોરભાઇ કણસાગરા (ઉ.વ.૩૮ રહે. અરણી પટેલ સમાજ પાસે તા. ઉપલેટા) અને રાકેશભાઇ વલ્લભાઇ વડાલીયા (ઉ.વ.૩૮ રહે. અરણી પટેલ સમાજ પાસે તા. ઉપલેટાને રૂા. ૨૦ હજારની રોકડ સાથે પકડી લીધા હતા.
ચોથા દરોડામાં જામકંડોરણા પોલીસે ચાવંડી ગામેથી જુગારરમતા નરેન્દ્રસિંહ .ર્ફે લાલુભા બહાદુરસિંહ પરમાર, રઘુભા અમરસંગ પરમાર, જયેન્દ્રસિંહ જોરૂભા પરમાર (રહે બધા ચાવંડી), જીતેન્દ્ર જીવરાજભાઇ સોંદરવા, પ્રકાશ જેન્તીભાઇ વારંગીયા (રહે. બને સડોદર) મનસુખ ઉર્ફે મનુ દવેરા (રહે ઉમરાવાડી વિપૂલ મેવાડા (રહે. નવાગામ)પારસ પરમાર અને મહેશ પરમાર (રહે બને ચાવંડી)ને રૂા.૧૧૫૪૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
