તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
વેરાવળ પાટણ સંયુક્ત પાલીકાની જનરલ બોર્ડની બેઠકમાં ૨૩ ભાજપ, ૨૦ કોંગ્રેસના નગરસેવક હાજર : ૨૨ એજન્ડા બહુમતિથી મંજુર

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૫: પાટણ સંયુક્ત નગરપાલીકા ની જનરલ બોર્ડની બેઠક આજે મળી હતી જેમાં ૨૩ ભાજપ, ૨૦ કોંગ્રેસના નગરસેવક હાજર રહ્યા હતા .૧ ભાજપ ના નગરસેવક રજા રિપોર્ટ હતો. બેઠકમાં કુલ ૨૨ એજન્ડા બહુમતિ થી મંજુર કરવામા આવ્યા હતા.
વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ નરેશભાઈ ગોહેલ, કારોબારી ચેરમેન ઉદયભાઈ શાહ, ઉપપ્રમુખ હેમીબેન, ચીફ ઓફિસર વ્યાસ સહિત ભાજપના ૨૩ અને કોંગ્રેસના ૨૦ નગરસેવકો ની હાજરીમ જનરલ બોર્ડ બેઠક મળી હતી.જેમાં કુલન૨૨ એજન્ડા પૈકી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ બાઇલોઝ - ૨૦૨૬ મંજુર કરવા, જે.સી.બી રિપેર ખર્ચના ૭૮૮૫૦ રૂ. મંજુર કરવાટાવર ચોક ખાતે ફીટ કરવામાં આવેલ હાઇમાસ્ટ ટાવર ઉતારી નવો ફીટ કરવા એસ્ટીમેટેડ ખર્ચની રકમ રૂા.૪,૦૮,૯૮૮/ મંજુર કરવા,સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૨૬-૨૭ની ગ્રાંન્ટના આયોજન માટે પ્રમુખને સત્તા,વેરાવળ બજાજ શો રૂમ ટુ નમસ્તે હોટલના કામમાં પેટ્રોલીયમ ઉત્પાદનોના ભાવમાં ખુબ વધારો આવેલ હોઇ, ડામરના ભાવમાં આવેલ ભાવ વધારો આપવા સક્ષમ કક્ષાએથી મંજુરી મેળવવા માટે નિર્ણય કરાયો હતો તેમજ અધ્યક્ષ સ્થાનેથી શહેરી વિસ્તારમાં શહેરી વન (Urban Forest) અને ઓક્સીજન પાર્ક બનાવવા પરીપત્રીત સુચના મુજબ અત્રેની નગરપાલિકા ખાતે સર્વે નં - ૧૫૩૭ની જમીનમાં શહેરી વન (Urban Forest) અને ઓક્સીજન પાર્ક બનાવવાના કામને બહાલી,નમસ્તે હોટલ થી વેરાવળ તરફ આવતા રસ્તા પર જુના બાઇપાસ પાસે સેવા જ્યોત સર્કલ બનાવવા તથા આ સર્કલમાં મશાલ મુકવા અંદાજીત ખર્ચ રૂા.૧૦.૦૦ લાખ મંજુર કરવા , વેરાવળ શહેરના પ્રવેશદ્વાર સમા નમસ્તે સર્કલ પર હાઇમાસ્ટ ટાવર પર રાષ્ટ્રધ્વજ મુકવા ,વાલ્મીકી નગર ખાતે આવેલ જર્જરીત બાલમંદિર ઉતારી તે જગ્યામાં ફેન્સીંગ કરવા , વિકસીત અને સ્માર્ટ શહેરની પરીકલ્પનાને સાકાર કરવા માટેના આયોજન માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવા વગેરે સહિતના કુલ ૨૨ એજન્ડા બહુમતીથી પસાર થયા હતા. કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર કલેક્શન કચરા કલેક્શન નિયમિત ન આવતા હોય, સફાઈ માં અનિયમિતતા તેમજ રોડ ની કામગીરી અંગે અસંતોષ અને નારાજગી દર્શાવી હતી. બધા એજન્ડા બહુમતિ થી પસાર થયા હતા
(12:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
