હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોરબીમાં કાયમી ફટાકડા લાયસન્સની 24 અરજી રદ, હંગામી લાયસન્સ માટે 169 અરજીઓનો ખડકલો.
હજુ માત્ર 4 લાયસન્સ જ મંજૂર થયા હોવા છતાં અનેક વેપારીઓએ મંજૂરી વિના જ ફટાકડાનું વેચાણ શરૂ કરી દીધું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં ફટાકડાના વેચાણ માટે લેવાતી મંજૂરીઓને લઈને વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોરબી અને ટંકારા પંથકમાંથી કાયમી ફટાકડાના લાયસન્સ માટે આવેલી અરજીઓમાંથી મોટાભાગની અરજીઓને પ્રાંત અધિકારી દ્વારા ફગાવી દેવામાં આવી છે. સલામતી અને નિયમોના પાલનને પ્રાધાન્ય આપતા તંત્રએ કાયમી લાયસન્સની 24 જેટલી રીંયુની અરજીઓ નામંજૂર કરી દીધી છે. બીજી તરફ હંગામી ધોરણે ફટાકડાનું વેચાણ કરવા માટે જિલ્લામાં 169 જેટલા લોકોએ તંત્ર સમક્ષ મંજૂરી માંગી છે, જેના પર હજુ વિવિધ વિભાગોના અભિપ્રાય લેવાની તજવીજ ચાલી રહી છે.
અગાઉ કાયમી લાયસન્સની મંજૂરી અબે રીન્યુની કાર્યવાહી કલેક્ટર કચેરીથી અને હંગામીની મંજૂરી પ્રાંત કચેરીથી અપાતી હતી, પરંતુ બે મહિના પહેલા કલેક્ટરે તમામ સત્તા પ્રાંત અધિકારીને સોંપી છે. મોરબી અને હળવદમાં કાયમી ફટાકડાના લાયસન્સ ધરાવતા 31 જેટલા વેપારીઓ છે, જેમાં 4 નવી અરજીઓનો સમાવેશ થાય છે. મોરબી પ્રાંત દ્વારા 29 અરજીઓમાંથી 24 અરજીઓ નિયમોના અભાવે સીધી જ રદ કરી દેવામાં આવી છે. જૂના 25 લાયસન્સધારકોમાંથી 21 કાયમી ફટાકડાની રીન્યુની અરજી નામંજૂર થઈ છે જેમાં 20 મોરબી અને 1 ટંકારાનો સમાવેશ થાય છે. જ્યારે 4 નવા લાયસન્સની અરજીઓમાંથી 3 નામંજૂર અને 1 પેન્ડિંગ રખાઈ છે. હળવદમાં 6 કાયમી અરજીઓ પર હજુ નિર્ણય લેવાનો બાકી છે.
3 નામંજૂર અને 1 પેન્ડિંગ રખાઈ છે. હળવદમાં 6 કાયમી અરજીઓ પર હજુ નિર્ણય લેવાનો બાકી છે.
હાલમાં માત્ર 4 જ વેપારીઓના કાયમી લાયસન્સ રીન્યુ કરાયા છે, જેમાં મોરબી શહેર વિસ્તારમાં ઘૂંટુ રોડ પર નિમેશકુમાર હિરાણી, જોધપર નદી ગામે મનીષકુમાર વાઘડીયા, શહેરના દોશી શોપિંગ સેન્ટરમાં સંજય ઉપાધ્યાય અને ટંકારામાં જયેશભાઈ લો નો સમાવેશ થાય છે. બીજી તરફ હંગામી લાયસન્સ માટે મોરબી પ્રાંતમાં 121, વાંકાનેર પ્રાંતમાં 31 અને હળવદમાં 17 મળીને કુલ 169 અરજીઓ આવી છે. આ હંગામી મંજૂરીઓ માટે રહેણાંક વિસ્તાર ન હોવો, પતરા હોવા જોઈએ તે સહિતના કડક નિયમો રખાયા છે. હાલ આ અરજીઓ પર મામલતદાર, ફાયર વિભાગ અને પોલીસના અભિપ્રાયની પ્રક્રિયા ચાલી રહી છે. આમ તંત્ર દ્વારા હજુ સુધી હંગામી લાયસન્સની એક પણ મંજૂરી આપવામાં આવી નથી, તેમ છતાં અનેક વેપારીઓએ માલનો ભરાવો કરીને સ્ટોલ ઉભા કરી દીધા છે. કેટલાક સ્થળોએ તો મંજૂરીની રાહ જોયા વિના જ ફટાકડાનું ધૂમ વેચાણ પણ શરૂ ક૨ી દેવામાં આવ્યું છે. વેપા૨ીઓ એવી માનસિકતા ધરાવે છે કે અરજી કરી દીધી છે એટલે મંજૂરી મળી જ જશે. જોકે નિયમોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે ફટાકડા વેચતા આવા તત્વો સામે તંત્ર દ્વારા શું કડક પગલાં લેવામાં આવશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
ત્રણ વિભાગોના એનઓસી બાદ જ મળશે વેચાણની મંજૂરી
ફટાકડાના વેચાણ અને લાયસન્સ માટે એક્સપ્લોઝિવ રૂલ્સ, 2008 હેઠળ કડક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. લાયસન્સ મેળવવા માટે ફોર્મ AE-5 માં અરજી કરવાની રહે છે, જેની સાથે સ્ટોરેજ ક્ષમતા અને એપ્રોચ રોડ દર્શાવતો પ્લાન તેમજ અરજદારના ફોટા અને લાયસન્સ ફી જમા કરાવવી જરૂરી છે. દુકાનનું ક્ષેત્રફળ 9 ચોરસ મીટરથી ઓછું અને 25 ચોરસ મીટરથી વધુ ન હોવું જોઈએ, અને તે ગ્રાઉન્ડ ફ્લોર પર સ્વતંત્ર પ્રવેશદ્વાર અને બહાર ખુલતા દરવાજા સાથે હોવી જોઈએ. બે દુકાનો વચ્ચે અથવા જ્વલનશીલ સામગ્રીના સંગ્રહ સ્થાનથી ઓછામાં ઓછું 15 મીટરનું અંતર રાખવું ફરજિયાત છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર દુકાનોમાં વધુમાં વધુ 100 કિલો ફટાકડા અને 500 કિલો ચોરસા કે સ્પાર્કલર રાખી શકાય છે, જ્યારે PESO લાયસન્સધારકો 300 કિલો ફટાકડા અને 1200 કિલો ચોરસા રાખી શકે છે. આ ઉપરાંત ફાયર સેફટીના પણ કડક નિયમો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
