<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

જેતપુરમાં કેનાલમાં ન્‍હાવા ગયેલા ૨૪ વર્ષના કમલે ઠેંકડો મારતાં ઇજાઃ મોત

મુળ યુપીના યુવાને સારવારમાં રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૯: જેતપુરમાં વર્ષોથી રહેતાં મુળ યુપીના યુવાનનું કેનાલમાં ન્‍હાતી વખતે ઠેંકડો મારતાં પડી જતાં ઇજા થવાથી મોત થયું છે. ચોવીસ વર્ષનો મુળ યુપીનો યુવાન ઇજાગ્રસ્‍ત થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ જેતપુર જાગૃતિનગર સોસાયટીમાં રહેતો કમલ જયકરન વર્મા (ઉ.વ.૨૪) નામનો યુવાન ૧૭/૬ના રોજ બીજા છોકરાઓ સાથે જેનતપુરમાં જાગૃતિનગર પાસે આવેલી કેનાલ ખાતે ન્‍હાવા ગયો હતો. ત્‍યાં એકાદ માળ જેટલી ઉંચાઇ પરથી તેણે ઠેકડો મારતાં નીચે પડયા બાદ બેલેન્‍સ ગુમાવતાં ઇજાઓ થઇ હતી. તેને જેતપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું મોત થયું હતું.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જેતપુર પોલીસને કરી હતી. મૃત્‍યુ પામનાર કમલ મુળ યુપીનો વતની હતો અને સાત ભાઇ તથા એક બહેનમાં વચેટ અને અપરિણીત હતો. તે વર્ષોથી તેના ભાઇ તથા વતનના બીજા યુવાનો સાથે જેતપુર રહી સાડીની કંપનીમાં કામ કરતો હતો. મૃતદેહને રાજકોટ ખાતે પોસ્‍ટમોર્ટમ બાદ વતન યુપી લઇ જવામાં આવ્‍યો હતો.

(12:01 PM IST)