<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

વેરાવળમાં સરકારી ખરાબાની જમીન પરના ૯૭ મકાનો રેગ્‍યુલર કરવાના ૨૪.૨૫ લાખ લઈને છેતરપીંડી

ડે.કલેકટર ન હોવા છતાં તેની ઓળખ આપી ફાઇલ દીઠ ૨૫૦૦૦ લઇ ત્રણ વર્ષ સુધી એક પણ ફાઇલ રેગ્‍યુલર ન થઇ અને બાદમાં વધુ ૨૫ લાખ માંગતા વિશ્વાસઘાત થતા પોલીસમાં ફરિયાદઃ ભીડીયા કોળી સમાજ પૂર્વ પટેલ દ્વારા જૂનાગઢના શખ્‍સ સામે ફરિયાદ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા.૬: વેરાવળ ના ભીડીયા પ્‍લોટ વિસ્‍તાર ના પૂર્વ પટેલ રમેશભાઈ દેવજીભાઈ બારૈયા-કોળી, દ્વારા પોલીસમાં જૂનાગઢના રહેવાસી અને પોતે ડેપ્‍યુટી કલેકટર ન હોવા છતાં પોતે ડે.કલેકટર હોવાનું જણાવી ત્રણ વર્ષ પહેલાં પોતે સરકારી ખરાબાની જમીન પર આવેલા સમાજના ૯૭ લોકોના મકાનો રેગ્‍યુલર કરાવી આપવા ફાઇલ દીઠ ૨૫૦૦૦ રૂપિયા લઈ ૨૪.૨૫ લાખ લઈ એકાદ વર્ષમાં થઈ જશે તેમ જણાવેલ પરંતુ ૩ વરસ થવા છતાં કઈ ન કરતા પોલીસમાં છેતરપિંડી ની ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફરિયાદમાં જણાવ્‍યાં મુજબ સને-૨૦૨૧ ના જુન મહીનામાં ભીડીયા સયુક્‍ત કોળી સમાજના પટેલ તરીકે હુ સેવા આપતો હતો ત્‍યારે અમારા સમાજના ઘણા લોકોના મકાન ભીડીયા પ્‍લોટ વિસ્‍તારમાં આવેલ નવાપરામાં આવેલ હોય અને જે માલીકીના ન હતા સરકારી ખરાબાની જમીન હતી આથી તેને રેગ્‍યુલર કરાવવા સરકારીમાં કોઇ સ્‍કીમ હેઠળ કાર્યવાહી કરવાની થ તી હોય તો તે કરવા અમારા સમાજ દ્વારા અવાર નવાર સમાજની મીટીંગોમાં કહેવામાં આવતુ હોય અને આ દરમ્‍યાન ઓગસ્‍ટ-૨૦૨૧ માં મારા જાણીતા નાનુદાદાએ કહેલ કે મારા ઓળખીતા અશોકભાઈ ભોગીલાલ પંડ્‍યા ડેપ્‍યુટી કલેક્‍ટર છે અને સરકારી રે ગ્‍યુલેશનના કામકાજ કરે છે તેથી અશોકભાઈને વાત કરેલ તો પોતે ડે કલેકટર ન હોવા છતાં પોતે ડેકલકટર છે તેમ જણાવી રેગ્‍યુલેશન થાય અને એક પ્‍લોટના રૂ.૨૫,૦૦૦/- મને આપવા પડશે અને તમામની એક અ લગ-અલગ ફાઇલો બનાવજો જેમાં આધારકાર્ડ, હાઉસટેક્ષની પહોંચ, ચુટણી કાર્ડ, લાઇટબીલની નકલો રાખી ફાઇલો મને આપો એટલે હુ તમારૂ કામ ચોક્કસ કરી આપીશ આમ વિશ્વાસ આપી વાત કરેલ. બાદમાં સમાજના લોકોને ભેળા કરી આ બાબતે વાત કરતા મારા સહિત- ૯૭ જણા આ વાતમાં સહમત થયેલ. જેથી ૯૭ ફાઇલો બનાવેલ તે અલગ-અલગ રૂ.૨૫,૦૦૦/- રોકડા ઓફીસ માં આગેવાનો હરીભાઇ દેવજીભાઈ સોલંકી તથા મેઘજીભાઇ લક્ષ્મણભાઈ સીકોતરીયા તથા ધનજીભાઇ રામજીભાઈ બારૈયા તથા નયનભાઈ જેન્‍તીભાઈ સોલંકી ની હાજરીમાં અશોકભાઈ ને ફાઇલ સાથે કુલ રૂ.૨૪,૨૫,૦૦૦/- અશોકભાઇને આપેલ જેમાં એકાદ વર્ષનો ટાઈમ લાગશે તેમ જણાવેલ તે બાદ અવારનવાર ફોન કરેલ પરંતુ કામ ચાલુ છે તેમ જણાવેલ અને બાદ માં હજુ વધુ ૨૫ લાખ આપવા પડશે તેમ જણાવતાં અને ત્રણ વર્ષ સુધી એક પણ કામ ન થતા અને બાદમાં પોતે ડેપ્‍યુટી કલેકટર પણ ન હોય તેમનજનવ મળતા પોલીસમાં અશોક વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડી ની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(1:20 PM IST)