હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોરબીમાં સિનેમામાં 25 કર્મચારીઓને ફાયર પ્રિવેન્શનની તાલીમ અપાઈ.
અગ્નિશમન શાખા દ્વારા ફાયર સેફ્ટી તાલીમ અને તપાસ કામગીરી હાથ ધરાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તા. 14/10/2026 થી 20/10/2026 દરમિયાન ફાયર સેફ્ટી અંગે વિવિધ કામગીરી કરવામાં આવી છે.
આ અંગેની માહિતી મહાનગરપાલિકા દ્વારા જન સંપર્ક અધિકારીને મોકલવામાં આવેલી પ્રેસ નોટ મુજબ આ સપ્તાહ દરમિયાન 1 સિનેમામાં 25 કર્મચારીઓને ફાયર પ્રિવેન્શનની તાલીમ આપવામાં આવી. તાલીમનો મુખ્ય હેતુ કર્મચારીઓને આગ અટકાવવાના ઉપાયો અને ફાયર સાધનોના યોગ્ય ઉપયોગ વિશે માહિતગાર કરવાનો હતો. આ ઉપરાંત બિલ્ડિંગોની ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી સિસ્ટમ ઇન્સ્ટોલેશનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. જે બિલ્ડિંગોમાં ખામી જણાઈ, તેમને નોટિસ આપવામાં આવી અને પ્રિવેન્શન અંગેની સૂચનાઓ તથા જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી. વધુમાં, 4 ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) માટેની અરજીઓ આર.એફ.ઓ. કચેરીમાં ફોરવર્ડ કરવામાં આવી છે.
મોરબીમાં આ સમયગાળા દરમિયાન 3 ફાયર કોલ અને 1 રેસ્ક્યુ કોલનો બનાવ બન્યો હતો. આ તમામ બનાવોમાં ફાયરના જવાનો દ્વારા કામગીરી કરવામાં આવી. કોઈ પણ પ્રકારની દુર્ઘટના સમયે નાગરિકો મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસનો (02822) 230050 પર સંપર્ક કરી શકે છે. ઈમરજન્સીમાં 101 અથવા 112 પર પણ કોલ કરી શકાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
