<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

માળીયા મિંયાણા પાસે ટ્રક હડફેટે ૨૫ ઘેટા-બકરાના મોત : જુઓ વિડીયો

કચ્‍છ હાઇવે ઉપર જયો પેટ્રોલપંપ સામે સર્જાયેલ અકસ્‍માતમાં ૩૦ ઘેટા-બકરાના ઘાયલઃ ભચાઉના માલધારીને ૬૫ હજારથી વધુનું નુકશાન

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૮: મોરબી- માળિયા મિયાણા - કચ્‍છ નેશનલ હાઈવે પરપૂરપાટ ઝડપે આવતા એક ટ્રકે માલધારીના ઘેટા-બકરાના સમૂહને હડફેટે લેતાં ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. આ અકસ્‍માતમાં ર૩ ઘેટાં અને ર બકરાં મળી કુલ રપ અબોલ પશુઓના કમકમાટીભર્યા મોત નીપજ્‍યા છે, જ્‍યારે ૩૦ જેટલા ઘેટાંઓને નાની-મોટી ઈજાઓ પહોંચતા તેઓ અપંગ બન્‍યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ કચ્‍છના ભચાઉ તાલુકાના જંગી ગામના વતની અને પશુપાલનનો વ્‍યવસાય ક૨તા વિભાભાઈ મંગાભાઈ રબારી ઉ.૩૮ ગઇકાલે બપોરે દોઢેક વાગ્‍યાના અરસામાં માળિયાથી કંડલા તરફ જતા નેશનલ હાઈવે પર જિયો પેટ્રોલ પંપ સામેથી પોતાના ઘેટા-બકરા લઈને પસાર થઈ રહ્યા હતા.ત્‍યારે પાછળથી આવી રહેલા ટ્રક નંબર આરજે -૦૭ - જીએફ -૮૧૭૧ ના ચાલકે પોતાનું વાહન ગફલતભરી અને બેફામ રીતે ચલાવીને સ્‍ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્‍યો દઈ માલધારીના પશુઓ પર ટ્રક ફેરવી દીધો હતો.

આ અકસ્‍માતમાં ર૩ ઘેટા અને ર બકરીઓના મોત નિપજ્‍યા હતા જ્‍યારે ૩૦ ઘેટાઓને ઇજાઓ પહોંચતા અપંગ બની ગયા હતા. પશુઓ ગુમાવવાના કારણે ગરીબ માલધારીને અંદાજે રૂ. ૬૦,૦૦૦ થી ૬૫,૦૦૦ થી વધુનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્‍યો છે.

આ ઘટના અંગે વિભાભાઈ રબારીએ ટ્રક ચાલક ઉસ્‍માન મોહમદ રમજાન નાયચ, રહે. ઝાલવાલી, તા. ફુગલ, જિ. બિકાનેર, રાજસ્‍થાન વાળા વિરુદ્ધ માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

માળિયા મિયાણા નજીક બેકાબુ ટ્રક ચાલકે ઘેટા-બકરા કચડી નાખતા રપ ના મોત થયા છે જયારે 30 ઘાયલ થયા છે.કચ્છ હાઇવે પર જિયો પેટ્રોલ પંપ સામે સર્જાયેલ અકસ્માતમાં ભચાઉના માલધારીને ૬પ હજારથી વધુનું નુકસાન થયુ છે.(વિડીયો:જયેશ ભટ્ટાસણા-ટંકારા)

 

(3:37 PM IST)