તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
વિસાવદરના મવડીમાં અગાસી પરથી પટકાતાં ૨૫ વર્ષના કમલેશનું મોત
મુળ દાહોદનો યુવાન પરિવાર સાથે રહી ખેત મજૂરી કરતો હતોઃ દાતણ કરતી વખતે ચક્કર આવતાં બનાવઃ સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૧: વિસાવદરના મવડી ગામે રહેતાં યુવાન વાડીએ આવેલા મકાનની અગાસીએ ચડી દાતણ કરતો હતો ત્યારે ચક્કર આવતાં પડી જતાં ગંભીર ઇજા થવાથી મોત થયું છે.
જાણવામ ળ્યા મુજબ વિસાવદરના મવડી ગામે રહેતો અને ખેત મજુરી કરતો કમલેશ લુંજાભાઇ કટારા (ઉ.વ.૨૫) નામનો યુવાન ૨૭મીએ વાડીના મકાનની અગાસીએ ચડી દાતણ કરતો હતો ત્યારે ચક્કર આવતાં નીચે પટકાતાં ઇજા થતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સારવાર દરમિયાન આજે મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર કમલેશ મુળ દાહોદનો વતની હતો અને બે ભાઇ તથા એક બહેનમાં નાનો હતો. તેને સંતાનમાં ચાર દિકરી અને એક દિકરો છે. તે શૈલેષભાઇની વાડીમાં પરિવાર સાથે રહી ખેત મજૂરી કરતો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવની જાણ વિસાવદર પોલીસને કરી હતી.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
