તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd November 2026
જુનાગઢના નવા પીપળીયામાં એક જ રાત બંધ રહેલા મકાનમાંથી ૨.૫૭ લાખની મત્તાની ચોરી
પટારા, તિજોરીના તાળા તોડી હાથફેરો કરી તસ્કરો દાગીના લઈને રફુચક્કર

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૩: જૂનાગઢ તાલુકાના બીલખા પાસેના નવા પીપળીયા ગામે રહેતા રિક્ષા ચાલક પ્રવીણભાઈ દેવજીભાઈ વાંણીયા રવિવારે સવારે મકાનને તાળા લગાવીને તેમના પત્ની સાથે ભાણવડ ખાતે રહેતા દીકરાના ઘરે આંટો મારવા ગયા હતા.
ત્યારે બંધ મકાનને તસ્કરોએ રાત્રિના સમયે નિશાન બનાવ્યું હતું. બંધ ઘરની જાળી તથા મુખ્ય દરવાજા અને રૂમમાં રાખેલા લોખંડના પટારાના તાળા તોડીને ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ કબાટ તથા પટારામાં રાખેલ સરસમાન વેરવિખેર કરી ઘરમાંથી રૂપિયા ૨.૫૭ લાખની કિંમતના સોના તથા ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી છૂટયા હતા.
ચોરીની ઘટના અંગે બીલખા પોલીસે સોમવારે પ્રવિણભાઈની ફરિયાદ લઈ વધુ તપાસ પીઆઇ એન. એન. ચુડાસમાએ હાથ ધરી હતી.
(12:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
