તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ સંવર્ગના ૨૬ પોલીસ કર્મચારીઓને પ્રમોશન
પોલીસ કોન્સ્ટેબલથી પોલીસ હેડ કોન્સ્ટેબલ સવર્ગના ૧૫ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલથી એ.એસ.આઈ. સવર્ગમાં ૧૧ સહિત ૨૬ પોલીસ કર્મચારીઓને પ્રમોશન અપાયુ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૫ : પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજય ગાંધીનગર નાઓના દ્વારા પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવાની કાર્યવાહી ક૨વા જરુરી સુચનાઓ આપવામાં આવેલ.
જેથી પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા , સરહદી રેન્જ ભુજ ના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી આજરોજ અલગ-અલગ સવર્ગના પોલીસ કર્મચારીઓને જેમાં પોલીસ કોન્સ્ટેબલથી પોલીસ હેડ કોન્સ્ટેબલ સવર્ગના કુલ-૧૫ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલથી એ.એસ.આઈ. સવર્ગમાં કુલ-૧૧ એમ કુલ-૨૬ પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવેલ જેઓની આજરોજ Piping Ceremony નું આયોજન ક૨વામાં આવેલ જેમાં પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ તથા ડી.આર.ભાટીયા. ડી.વાય.એસ.પી. એસ.ટી.એસ.સી.સેલ તથા એ.વી.રાજગોર ડી.વાય.એસ.પી. મુખ્ય મથક ગાંધીધામ નાઓની ઉપસ્થિતીમાં આ કાર્યક્રમનો આયોજન ક૨વામાં આવેલ. હતો અને પ્રોમોશન મેળવેલ તમામ કર્મચારીઓને એસપી સાગર બાગમાર નાયબ પોલીસ અધિક્ષક ડી.આર.ભાટીયા નાયબ પોલીસ અધિક્ષક એ.વી.રાજગોર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
