તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
જામનગરમાં ૨૬ વર્ષના યુવાન રાજુ ચાવડાનો ઝેર પી આપઘાત
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં સવારે દમ તોડયોઃ યુવાન દિકરાના પગલાથી પરિવારમાં કલ્પાંતઃ કારણ અકળ

રાજકોટ તા. ૨૪: આપઘાતના વધુ એક બનાવમાં યુવાને ઝેર પી જીવ આપી દીધો છે. જામનગરના ભાટીયા પંથકના ગોકુલનગરમાં રહેતાં ૨૬ વર્ષના યુવાને ઝેર પી લેતાં જામનગર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ સવારે મોત થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
જાણવા મળ્યા મુજબ જામનગર સમર્પણ સર્કલ ગોકુલનગરમાં રહેતો મુળ નંદાણા ભાટીયાનો વતની રાજુભાઇ મારખીભાઈ ચાવડા (ઉ.વ.૨૬) રાતે એકાદ વાગ્યે ઝેરી દવા પી જતાં તે ઉલ્ટી ઉબકા કરવા માંડતાં પરિવારજનોને જાણ થઇ હતી. પૃછા કરતાં ઝેર પી લીધાનું જણાવતાં તુરત જ જામનગર જેસીસી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ અહિ સારવાર દરમિયાન સવારે મૃત્યુ થયું હતું.
બનાવની જાણ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના હેડકોન્સ. મહેશભા જોગડા, ચિત્રકેતુસિંહ, ધર્મેન્દ્રભાઈ, રવિભાઈ, દિવ્યરાજસિંહ સહિતે જામનગર સીટી પોલીસને કરી હતી. વધુ વિગત મુજબ આપઘાત કરનાર રાજુભાઇ તેના પિતા સાથે ગામડે ખેતી કરતો હતો. જો કે હાલમાં તે જામનગરમાં બાંધકામ સાઈટ પર સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો. તે બે ભાઇ અને એક બહેનમાં મોટો તથા અપરિણતી હતો. તેણે આપઘાત શા માટે કર્યો? તેનાથી પરિવારજનો અજાણ હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. યુેવાન દિકરાના આ પગલાથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
