News of Friday, 27th November 2026
ભેંસાણના ખજુરીયા હડમતીયામાં બાઇક સ્લીપ થતાં ૨૬ વર્ષના સુનિલ જમરેનું મોત
રાજકોટમાં સારવારમાં દમ તોડયોઃ મુળ એમપીનો યુવાન હટાણુ કરવા નીકળ્યો હતોઃ બે બહેનનો એકનો એક ભાઇ હતોઃ માસુમ પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૭: વાહન અકસ્માતના વધુ એક બનાવમાં એક પરિવારના આધારસ્તંભ યુવાનનું મૃત્યુ થયું છે. ભેંસાણના ખજુરીયા હડમતીયા ગામ નજીક બાઇક સ્લીપ થઇ જતાં મુળ એમપીના ૨૬ વર્ષના યુવાનનું ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે. વાડીએથી હટાણુ કરવા માટે નીકળ્યો ત્યારે બનાવ બન્યો હતો. યુવાને સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડી દીધો હતો.
જાણવા મળ્યા મુજબ જુનાગઢના ભેંસાણ તાબેના ખજુરીયા હડમતીયા ગામે ગોવિંદભાઇની વાડીમાં ભાગીયુ વાવતો અને પરિવાર સાથે રહેતો સુનિલભાઇ સુભાષભાઇ જમરે (ઉ.વ.૨૬) તા. ૧૯ના રાતે નવેક વાગ્યે વાડીએથી ભેંસાણ તરફ ઘરની ચીજવસ્તુ લેવા જતો હતો ત્યારે ભેંસાણ રોડ પર પહોંચ્યો તે વખતે બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ તેનું આજે વહેલી સવારે મૃત્યુ થયું હતું.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભેંસાણ પોલીસને કરી હતી. મૃત્યુ પામનાર સુનિલભાઇ બે બહેનનો એકનો એક નાનો ભાઇ હતો. સંતાનમાં એક દિકરો છે. પોતે પરિવારજનો સાથે ખજુરીયા હડમતીયા ગામે રહી ખેત મજૂરી કરતો હતો. યુવાન આધારસ્તંભ દિકરાના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
