News of Wednesday, 18th November 2026
ભાણવડના રાણપરડા ગામ પાસેથી કારમાંથી ૨૯૯ બોટલ દારૂ ઝડપાયો
કુલ રૂ. ૬,૧૯,૦૦૦નો મુદ્દામાલ કબજે, ૨ આરોપી ઝડપાયા, ૨ ફરારઃ દેવીભુમી દ્વારકા એલસીબી પોલીસની કાર્યવાહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા.૧૮: રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાનાઓએ દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવળતિ કરતા પ્રોહી બુટલેગર તથા આવી પ્રવળતિ સાથે સંકળાયેલ ઇસમો ઉપર વોચ રાખી, સફળ રેઈડો કરી તેમના વિરુદ્ધ કાયદેસર કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર શ્રી એન.એચ.જોષી નાઓની રાહબારી હેઠળ એલ.સી.બી.ના પો.સ.ઇ. શ્રી બી.એમ. દેવમુરારી તથા એસ.વી.કાંબલીયા નાઓ એલ.સી.બી.ના કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી ઉક્ત બાબતે કાર્યરત હતા.
તે દરમ્યાન એ.એસ.આઈ. શાંતિસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ. શક્તિસિંહ ઝાલા, પો.હેડ.કોન્સ. વેજાણંદભાઈ બેરા તથા પો.કોન્સ. મનહરસિંહ જાડેજા નાઓને સંયુક્તમાં બાતમી રહે હકીકત મળેલ કે એક સફેદ કલરની મહિન્દ્રા કંપનીની XUV૩૦૦ કાર રજી. નંબર જીજે-૨૫-બીએ-૮૭૮૬ માં ઇંગ્લીશ દારૂ ભરીને રાણપરડા ગામમાંથી નીકળનાર હોય જેથી ઉપરોક્ત હકીકત આધારે વોચ તપાસમાં રહી નીચે જણાવેલ ઇસમોને ઉપરોક્ત કારમાં ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ પો.કોન્સ. મનહરસિંહ જાડેજા નાઓએ ફરિયાદ રીપોર્ટ આપતા પો.સ.ઇ. શ્રી બી.એમ.દેવમુરારી નાઓએ કાયદેસરની કાર્યવાહી કરી ભાણવડ પો.સ્ટે. ગુન્હો રજી. કરાવેલ છે.
પકડેલ આરોપીઓની વિગત જગા દાનાભાઈ શામળા જાતે-રબારી, ઉ.વ.૪૪, ધંધો-ખેતી, રહે. રાણપર ગામ, સરકારી દવાખાના પાસે તા. ભાણવડ, જિ. દેવભૂમિ દ્વારકા યુવરાજસિંહ રૂપસંગ સોલંકી જાતે-ગીરા, ઉ.વ.૩૦, ધંધો-ડ્રાઈવીંગ, રહે. રાણપર ગામ, રામ મંદિર પાસે તા. ભાણવડ, જિ. દેવભૂમિ દ્વારકાપકડવા પર બાકી આરોપીઓની વિગત પરબત ઉર્ફે પબા મેરાભાઈ મોરી (રબારી) રહે. વાંસઝાડીયા ગામ તા. જામ જોધપુર જિ. જામનગર દિવ્યજયસિંહ ઉર્ફે લંગડો આલુભા જાડેજા રહે. ભોપલકા ગામ તા. કલ્યાણપુર જી. દેવભૂમિ દ્વારકા.કબજે કરેલ મુદ્દામાલ ઇંગ્લીશ દારૂ બોટલો નંગ ૨૯૯ કિ. રૂ. ૨,૯૯,૦૦૦/- મહિન્દ્રા કંપનીની XUV300 કાર રજી. નંબર જીજે-૨૫-બીએ-૮૭૮૬ કિ. રૂ. ૩,૦૦,૦૦૦/- મોબાઈલ ફોન નંગ-૨ કિ. રૂ. ૨૦,૦૦૦/-
કુલ મુદ્દામાલ કિ. રૂ. ૬,૧૯,૦૦૦ આ કાર્યવાહી એલ.સી.બી. IC/PI એન.એચ.જોષી તથા PSI બી.એમ. દેવમુરારી, એસ.વી. કાંબલીયા તથા ASI શાંતિસિંહ જાડેજા તથા દિનેશભાઈ માડમ તથા HC શક્તિસિંહ ઝાલા તથા વેજાણંદભાઈ બેરા તથા HC ડ્રા. વિશ્વરાજસિંહ જાડેજા તથા PC મનહરસિંહ જાડેજા જોડાયા હતા.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
