<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

મહુવામાં સવા ૩ ઇંચ

વિસાવદર દોઢ, લાઠીમાં ૧ ઇંચ વરસાદ : સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મેઘાવી માહોલ વચ્‍ચે વરસતો હળવો-ભારે વરસાદ

રાજકોટ, તા., ૪: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મેઘાવી માહોલ વચ્‍ચે હળવો-ભારે વરસાદ વરસી જાય છે.

મહુવા

(રહીમ વસાયા દ્વારા) મહુવાઃ ભાવનગર જીલ્લાના મહુવામાં આજે બપોરના ર થી ૪ દરમિયાન સવા ત્રણ ઇંચ વરસાદ પડયો છે. આખો દિવસ વાદળછાંયુ વાતાવરણ રહયા બાદ બપોરે ર વાગ્‍યાથી ધીમી ધારે વરસાદ શરૂ થયા બાદ વરસાદે જોર પકડયું હતું અને ર કલાકમાં સવાત્રણ ઇંચ વરસાદ પડી ગયો હતો.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ જુનાગઢ જીલ્લાના વિસાવદરમાં દોઢ ઇંચ અને મેંદરડામાં અડધો ઇંચ વરસાદ વરસ્‍યો છે. સવારથી વરસાદનું જોર જુનાગઢ જીલ્લામાં ઘટયું છે.

અમરેલી જીલ્લાના રાજુલા, ગીર સોમનાથના તાલાળા ગીર અને કોડીનારમાં પોણો ઇંચ વરસાદ વરસ્‍યો છે.

રાજકોટમાં પણ વાદળછાંયુ વાતાવરણ યથાવત છે. (૪.૧૩)

 

(4:36 PM IST)