તા. ૨૪ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૭, મંગળવાર
News of Tuesday, 19th May 2026
ગોંડલમાં વિપ્ર વેપારી ઉપર જીવલેણ હુમલાની ઘટનામાં પકડાયેલ ૩ શખ્સો ૪ દિ'ના રીમાન્ડ ઉપર
દુકાન ખાલી કરાવા ધોકા અને પાઇપથી હુમલો કર્યો'તો

ગોંડલ, તા.,૧૯ : ગોંડલમાં ધુળેટીની રાતે દુકાન ખાલી કરવાની બાબતે વેપારી ઉપર જીવલેણ હુમલો કરવાની ચકચારી ઘટનામાં મુંબઈ થી જડપાયેલા આરોપીઓ ને રિમાન્ડ ની માંગ સાથે કોર્ટ માં રજુ કરાતા ચાર દિવસ નાં રિમાન્ડ મંજુર કરાયા છે.
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલનાં ભોજરાજપરામાં રહેતા અને નાનીબજાર માં કલાનિકેતન નોવેલ્ટી સ્ટોર ચલાવતા ગૌરવભાઇ જોશી નામના વેપારીને પાઘડી પટ્ટાની દુકાન ખાલી કરાવવાનાં મામલે ભર્ગરાજસિંહ ઉર્ફ બીટુ જાડેજા, તેના પિતરાઇ જયરાજસિંહ જાડેજા તથા વિરાગસિંહ જાડેજાએ લાકડાનાં ધોકા તથા લોખંડનાં પાઇપ વડે બેરહેમ માર માર્યો હતો.ગોંડલમાં ચર્ચાસ્પદ બનેલી આ ઘટનામાં બનાવ બાદ આરોપીઓ નાશી છુટયા હોય બે મહીના બાદ એલસીબી પોલીસે મુંબઈથી ત્રણેય આરોપીઓને ઝડપી લઇ દશ દિવસનાં રિમાન્ડની માંગ સાથે અત્રેની એડી.ચિફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજુ કરતા કોર્ટ દ્વારા ચાર દિવસનાં રિમાન્ડ મંજુર કરાયા છે.બનાવ અંગે એ ડીવીઝન પોલીસનાં ઇન્ચાર્જ પી.આઈ ગઢવી એ આરોપીઓની પુછપરછ હાથ ધરી છે.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
