તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
રાજકોટ જીલ્લામાં ૩ સાયબર ફ્રોડઃ વેપારી સહિત ત્રણ સાથે રૂા. ૭.૪૧ લાખની છેતરપીંડી
આટકોટ, રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ અને શાપર પોલીસ મથકમાં નોંધાતા ગુના : આટકોટમાં આર્મીનો સામાન સસ્તા ભાવે રાખવાની લાલચે, કાંગશીયાળીના વેપારીને એપીકે ફાઇલ મોકલી અને યુવાનનો ફોન હેક કરી ઠગાઇ કરી

રાજકોટ, તા. રરઃ રાજકોટ જિલ્લામાં સાયબર ઠગાઇના ગુનામાં વધારા જોવા મળી રહયો છે. આટકોટમાં રહેતા વેપારીને આર્મીનો માલસામાન સસ્તા ભાવે આપવાની લાલચ આપી, કાંગશીયાળીના વેપારીને ફોનમાં વાહન ઇન્ફોર્મેશનની એ.પી.કે. ફાઇલ મોકલી અને યુવાનનો ફોન હેક કરી સાયબર ગઠીયાઓએ કુલ રૂા. ૭.૪૧ લાખની છેતરપીંડી કર્યાની ત્રણ ફરીયાદ આટકોટ રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ અને શાપર પોલીસ મથકમાં નોંધાઇ છે.
આટકોટના ગાયત્રીનગર પ્રાથમીક પ્રા.શાળા પાસે રહેતા અને કે.ડી.પી. હોસ્પિટલ પાસે ક્રિષ્ના નામે હોટલ ચલાવતા અંકિતભાઇ ભુપતભાઇ પરવાડીયા (ઉ.વ. ૩૩) એ આટકોટ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું કે, ગઇ તા. ૧૬ ના તે હોટલ પર હતા ત્યારે તેના મિત્ર સુરેશભાઇ ખોખરીયા (રહે. આટકોટ) એ ત્યા આવી રૂા. પ૦ હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરવાના છે કહી કયુઆર બતાવતા તેવો પોતાના ગુગલ પે મારફતે ઓનલાઇન ટ્રાનસફર કરી આપ્યા હતા. થોડા સમયબાદ સુરેશભાઇએ ફરી તેના હોટલે આવી ‘પેલા કયુઆરમાં પ૦ હજાર નાખ્યા હતા તે ફ્રોડ છે' કહેતા તેવો તત્કાલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફરીયાદ નોંધાવી હતી. બાદમાં સુરેશભાઇની પુછપરછ કરતા તેણે માહિતી આ હતી કે ચીરાગ પટેલ (આઇપીએસ) નામની આઇડી. પરથી ફેસબુકમાં મેસેજ આવ્યો હતો. જેમા઼ આર્મીની વસ્તુઓ સસ્તા ભાવે મળે છે જેના ૭પ હજાર થાય છે કહી વોટસએપ કોલ અને મેસેજ કરી કયુઆર કોડ મોકલી પૈસા મોકલ્યા એટલે વસ્તુ મોકલી આપુ છુ કહેતા તેવો તેના પુત્ર ઉવર્ષના ખાતામાંથી રપ હજાર અને બાકીના તમારી પાસેથી પ૦ હજાર ટ્રાન્સફર કરાવ્યાનું કહેતા અને ફરીયાદ નોંધાવી હતી.
બીજા કિસ્સામાં રાજકોટ નજીક કાંગશીયાળી ગામે રહેતા અને રાવકી જીઆઇડીસીમાં એ.કે. એન્જીનીયરીંગ સોલ્યુશન નામે કારખાનુ ધરાવતા અંકુરભાઇ હરેશભાઇ કથીરીયા (ઉ.વ. ૩૭) એ રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું કે, અજાણ્યા આરોપીએ તેને ‘હેકીલ ઇન્ફો' નામે એપીકે ફાઇલ અને વાહનનાં દંડ ભરવાની બીક મોકલી હતી. તેણે વિશ્વાસમાં આવી જઇ વાહનના દંડ ભરવાની લીંક ખોલી લીંકમાં જણાવ્યા પ્રમાણે પ્રોસેસ કરતા તેના બેંક ખાતામાંથી અલગ અલગ ૧૩ ટ્રાન્ઝેકશન મારફતે રૂા. પ.૬૬ લાખ ઉપડી ગયા હતા.
ત્રીજા કિસ્સામાં કાંગશીયાળી ગામની સીમમાં શ્રીધર કાફેપેક એલ.એલ.પી. કારખાને રહેતા મુળ ભાણવડના ભૌનેશ્વરના કુલદીપ મનસુખભાઇ કારોગા (ઉ.વ. ર૦) એ શાપર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું કે, અજાણ્યા આરોપીઓએ તેના ફોન ગમે તે રીતે હેક કરી રૂા. ૧ લાખ અલગ અલગ નાના મોટા ટ્રાન્જેકશનથી ઉપાડી છેતરપીંડી કરી હતી.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
