તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
ઉના પાસે ગુપ્ત પ્રયાગમાં ૩ દિવસીય ભાદરવી અમાસના મેળાનો પ્રારંભઃ રાત્રે રાજભા ગઢવીનો લોકડાયરો
મેળામાં આવતા લોકો માટે ૨૪ કલાક ચા અને નાસ્તોઃ બપોરે વિનામૂલ્યે ભોજન સેવાઃ કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ બંદોબસ્ત

(નવીન જોષી દ્વારા) ઉના તા.૧૦: નજીકના પ્રાચીન ગુપ્ત પ્રયાગ તીર્થ ધામમાં ભાદરવી અમાસ નિમિતે ત્રણ દિવસ નો લોક મેળાનો પ્રારંભ થયો છે. આ મેળો તા.૧૧શુક્રવારે સાંજે પૂર્ણ કરાશે.
ઉનાથી સાત કિલોમીટર દુર દેલવાડા ગામ પાસે આવેલ પ્રાચીન અને પોરાણિક તીર્થ ધામ ગુપ્ત પ્રયાગ આવેલ છે ત્યાં ત્રણ નદીનો કુંડમાં સંગમ થાય છે. ત્યાં પ્રાચીન નરસિંહ ભગવાન અને બળદેવજીનું મંદિર આવેલ છે. તેમજ મહાપ્રભુજીની ૬૭ મી બેઠક પણ આવેલ છે. સેંકડો વરસની પરમપરા મુજબ દરવર્ષે શ્રાવણ માસની ભાદરવી અમાસ નિમિતે લોક મેળો યોજાય છે.તે ત્રણ દિવસીય લોક મેળાનો પ્રારંભ પૂજય સંત શ્રી, મુક્તાનંદજી બાપુ પ્રેરિત સંચાલિત ગુપ્ત પ્રયાગ તીર્થ ધામ અને સાધુ અને સંતો દ્વારા ધ્વજા રોહણ કરી કરવામાં આવ્યો હતો. સાંજે ગંગા મહાઆરતી યોજાઈ હતી.
રાત્રી ના ૯:૩૦ કલાકે ગીર બામણાસાની કાન ગોપી મંડળ દ્વારા કાન ગોપી (કળષ્ણ લીલા ) યોજાઈ હતી. તેમજ આજે ગુરુવારે સાંજે ગંગા આરતી બાદ સમગ્ર સૌરાષ્ટ્રભર અને દીવ ઘોઘલા વિસ્તાર માં જે લોકો ના આ વર્ષ દરમિયાન સ્વજનો અવસાન પામેલ હોય તેમની યાદમાં દીપ દાન કુંડના કિનારે બેસી યાદ કરી આખી રાત તર્પણ કરશે.
આજે રાત્રે લોકો ડાયરો પણ યોજાશે જેમાં લોક સાહિત્ય કાર રાજભા ગઢવી અને સાથી કલાકારો લોક મનોરંજન આપશે તેમજ તા. ૧૧ને શુક્રવારે સવારે તમામ લોકો પીપળે પાણી રેડી પિતળ તર્પણ કરશે સાંજે ૬ વાગે મેળાની પુર્ણાહુતી કરવામાં આવશે.
આ ત્રણ દિવસ દરમિયાન ગુપ્તપ્રયાગ તીર્થ સ્થાને આવતા તમામ લોકો માટે ૨૪કલાક ચા અને નાસ્તો તેમજ બપોર ના ૧૧:૩૦ થી સાંજે ૭:૦૦ સુધી વિના મુલ્યે ભોજન આપવામાં આવશે મેળા માં કાયદો અને વ્યવસ્થા જાળવવા સ્થાનિક પોલીસ અને જી આર. ડી જવાનો સતત ત્રણ દિવસ ફરજ બજાવશે લોકમેળાને સફળ બનાવવા ગુપ્ત પ્રયાગ સ્થાનિક સમિતિ ના તમામ કાર્યકરો જહેમત ઉઠાવી રહયા છે
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
