<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

કચ્‍છમાં ૨ માર્ગ અકસ્‍માતમાં ૩ મોતઃ ૮ ઇજાગ્રસ્‍ત

રતનાલ પાસે કાર ડિવાઇડર સાથે અથડાતાં નાની દોહિત્રી અને ધારેશી પાસે કાર પુલ નીચે ખાબકતા મહિલાએ જીવ ગુમાવ્‍યા

 (વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯: કચ્‍છમાં બનેલ બે અલગ અલગ માર્ગ અકસ્‍માતોમાં ત્રણના જીવ ગયા છે જ્‍યારે ૮ જણ ઇજાગ્રસ્‍ત થયા છે. જોકે, બંને માર્ગ અકસ્‍માતોમાં સામે કોઈ વાહન નથી. રતનાલ ગામે કાર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલ જીવલેણ અકસ્‍માતમાં કારમાં સવાર ભુજના મુસ્‍લિમ ચાકી સમાજના ૬૦ વર્ષીય યાસ્‍મીનબેન ઈસ્‍માઈલ ચાકી અને તેમના ૨૧ વર્ષીય દોહિત્રી શિફાબેન રમજુભાઈ ચાકીનું જીવલેણ ઇજાઓના કારણે મોત નીપજ્‍યું હતું. કારમાં સવાર અન્‍ય ૫ સભ્‍યોને ઈજાઓ પહોંચી હતી. અંજારના સિનુગ્રા ગામેથી ચાકી પરિવાર ભુજ ઘેર પરત ફરી રહ્યો હતો ત્‍યારે આ અકસ્‍માત સર્જાયો હતો. આ બનાવને પગલે અરેરાટી છવાઈ ગઈ હતી. રતનાલ બાયપાસ અકસ્‍માત ઝોન બન્‍યો છે અહીં અલગ અલગ ગામોના ફાંટાઓ પડતા હોઈ અન્‍ડર બ્રિજ બનાવવા લોકો ની માંગ છે.

બીજો બનાવ લખપત તાલુકાના ઘડુલી અને પાનધ્રો રોડ ઉપર ધારેશી ગામ પાસે બન્‍યો હતો જેમાં પુલ નીચે કાર ખાબકતાં ૫૫ વર્ષીય ચાગબાઈ વલુભાઈ મહેશ્વરીનું મોત નીપજ્‍યું હતું. કારમાં સવાર અન્‍ય ત્રણ જણ ઈજાગ્રસ્‍ત થત્તા હોસ્‍પિટલમાં ભુજ સારવાર માટે ખસેડાયા છે. આ મહેશ્વરી પરિવાર ઘડુલી ગામે પોતાના સગા વ્‍હાલાને મળીને પરત પોતાના ગામ ગુહર જઈ રહ્યો હતો ત્‍યારે આ અકસ્‍માત સર્જાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:01 AM IST)