તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
ગોંડલમાં હિસાબ બાબતે કમિશન એજન્ટ ઉપર કાકા-ભત્રીજા સહિત ૩ નો જીવલેણ હુમલો
ત્રણેયએ ઢીકાપાટુનો માર મારી, પિસ્તોલના બટથી માથામાં ઘા ઝીંકી પતાવી દેવાની ધમકી આપી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.,૮ : ગોંડલના ભોજરાપરા વિસ્તારમાં કમિશન એજન્ટ તરીકે વેપાર કરતા યુવાન પર આર.ટી.જી.એસ. વ્યવહારના કમિશનના હિસાબ બાબતે થયેલી બોલાચાલી બાદ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
બનાવ અંગે ફરિયાદી અભિષેક ઉર્ફે અભી ભુવાના જણાવ્યા મુજબ તેમણે શ્નઅયાન ટ્રેડિંગ કંપનીઙ્ખ નામની પેઢીમાંથી રૂ.૧૫.૦૭ લાખનું RTGS કરાવ્યું હતું. આ વ્યવહારમાં નક્કી થયેલું કમિશન તેમજ RTGS મારફતે મેળવેલી રકમ પરત આપવાના મુદ્દે આરોપીઓ સાથે હિસાબ બાકી હતો. ફરિયાદ મુજબ ગત ૭ જૂનના રોજ રાત્રિના સમયે અભિષેક ગોંડલ-જેતપુર રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક ઉઘરાણી માટે પહોંચ્યા હતા. આ દરમિયાન હિસાબની વાતને લઈને બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા આરોપી અભિષેક રાજેશ સોરઠીયા અને હરેશ વિઠ્ઠલ સોરઠીયાએ ફરિયાદી સાથે ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર માર્યો હોવાનું જણાવ્યું હતું.વધુ માં ફરિયાદ મુજબ આરોપીઓએ પોતાની ગાડીમાંથી પિસ્તોલ જેવું દેખાતું હથિયાર બહાર કાઢયું હતું અને તેના બટ વડે ફરિયાદીના માથાના ભાગે ઘા ઝીંકયો હતો. હુમલા દરમિયાન ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
હુમલામાં આરોપીઓના કાકાએ પણ મદદગારી કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
ઘટના અંગે ગોંડલ બી ડિવિઝન પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
