તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
ચુડા ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલી ૩ વિદ્યાર્થીનીઓ સારવાર હેઠળ
૧૪૪ વિદ્યાર્થીનીઓ સ્વસ્થ થઈ જતા રજા આપવામાં આવી

વઢવાણ તા.૨૨: ચુડા તાલુકા માં આવેલી કસ્તુરબા કન્યા હોસ્ટેલની ૧૪૭ જેટલી વિદ્યાર્થીનીઓ ઝેરી ખોરાકનો ભોગ બની હતી ત્યારે ફૂડ પોઈઝનિંગ ની અસર થતા સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં તેમને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના તમામ ડોક્ટરો ર્નસિંગ સ્ટાફની ત્રણ દિવસની રજાઓ નામંજૂર કરવામાં આવી હતી. ત્યારે યોગ્ય સારવાર વિદ્યાર્થીનીઓ મળી હોવાના કારણે એક પણ વિદ્યાર્થીનીઓની વધુ પડતી તબિયત લથડવા પામી નથી ત્યારે ૧૪૪ જેટલી બાળાઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ હોવાના કારણે હોસ્પિટલ ખાતેથી રજાઓ આપવામાં આવી છે.
પરંતુ હજુ પણ ત્રણ જેટલી બાળાઓની હાલત ખરાબ છે ત્યારે તેમને સારવાર માટે હોસ્પિટલમાં રાખવામાં આવી છે અને તેમની માટે પણ ર્નસિંગ સ્ટાફ અને સ્પેશિયલ બાળકોના ડોક્ટરોનો સ્ટાફ ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે હજુ પણ આ ત્રણ બાળાઓની ફીવર અને જાડા ઉલટી ની અસર જોવા મળી રહી છે.
આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ ખોરાકના નમુના લેવામાં આવ્યા છે અને આ નમૂના ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે અને આ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
