તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
પિતાના બાઇક પાછળથી પડી જતાં ૩ વર્ષના રાહુલનું મોત
આટકોટના રાણપરડા ગામનો બનાવ : પિતા હટાણુ કરવા જતાં હોઇ સાથે ગયો હતોઃ રાજકોટમાં સારવારમાં મૃત્યુ

રાજકોટ તા. ૨૩: જસદણના આટકોટ તાબેના રાણપરડા ગામે રહેતાં મુળ એમપીના ખેત મજૂર યુવાનના બાઇક પાછળથી પડી જતાં તેના ૩ વર્ષના દિકરાનું ગંભીર ઇજા થતાં મોત થયું છે. યુવાન ગામમાં હટાણુ કરવા જતો હોઇ દિકરો પણ સાથે ગયો હતો.
જાણવા મળ્યા મુજબ આટકોટના રાણપરડા ગામે અનીલભાઇની વાડીમાં પરિવાર સાથે રહેતો અને ખેત મજૂરી કરતો મડીયાભાઇ નટુભાઇ મચ્છર નામનો યુવાન ગઇકાલે ગામમાં ચીજવસ્તુ લેવા જતો હતો ત્યારે તેની સાથે દિકરો રાહુલ (ઉ.વ.૩) પણ બાઇકમાં બેસી ગયો હતો.
પિતા-પુત્ર ગામમાં પહોંચ્યા ત્યારે વાહનમાં રોદો આવતાં પાછળ બેઠેલો રાહુલ પડી જતાં ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે જસદણ અને બાદમાં રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. રાહુલ બે ભાઇ અને બે બહેનમાં વચેટ હતો. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
