News of Friday, 15th May 2026
જામનગરમાં ગુરૂદ્વારા ચોકડી પાસે નાસ્તાની રેંકડીમાંથી ઈંગ્લીશ દારૂના ચપલા બોટલ 300 મળ્યા :૧,૫૬,૦૦૦ નો મુદામાલ કબ્જે
જામનગર સીટી 'બી* ડીવીઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોર્ડ જથ્થો જપ્ત કર્યો : દારૂનો જથ્થો રાખનાર વિક્રાંત ઉર્ફે વીકી ગાગડીયાની પકડવા કાર્યવાહી શરૂ

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નિર્લીપ્ત રાય (IPS) નાઓ ધ્વારા પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝલાનાઓએ જામનગર જીલ્લામાથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા સુચના કરતા સીટી બી ડીવી. પો.સ્ટે. ના પોલીસ ઇન્સ. શ્રી એન.એમ.ગઢવી નાઓના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના પો.સ.ઈ. ડી.જી.રાજ તથા સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સીટી બી. ડીવી. પો.સ્ટે.ના સ્ટાફના સાજીદભાઇ રફીકભાઇ બેલીમ તથા ધર્મેન્દ્રસિંહ ઘેલુભા વાઢેર ને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં ગુરૂદ્વારા ચોકડી સેન્ટર પોઇન્ટ કોમ્પલેક્ષ ના પાર્કીગમા વિક્રાંત ઉર્ફે વીકી ગાગડીયાએ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે તીવી હકીકત આધારે રેડ દરમ્યાન ઇંગ્લીશ દારૂના ચપલા તથા બોટલો નંગ- ૩૦૦ કિ.રૂ. ૧,૫૬,૦૦૦ નો મુદામાલ કબ્જે કરી મજકુર આરોપી વિરૂધ્ધ પો. કોન્સ, ધર્મેન્દ્રસિંહ ઘેલુભા વાઢેરએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્સ. ડી.એમ.પરમાર નાઓએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. સદરહુ દારૂનો જથ્થો રાખનાર વિક્રાંત ઉર્ફે વીકી ગાગડીયા( રહે.નવાગામઘેડ જામનગર વાળા) ને પકડવાની કાર્યવાહી ચાલુમા છે.
આ કામગીરી પોલીસ ઈન્સ એન.એમ.ગઢવી સાહેબ તથા સર્વેલન્સ સ્કોડના પો.સબ ઇન્સ. ડી.જી.રાજ તથા એ.એસ.આઈ. મુકેશસિંહ રાણા, રાજેશભાઇ વેગડ, પો.હેડ.કોન્સ. ક્રીપાલસિંહ સોઢા, સંજયભાઇ પરમાર, દશરથસિંહ પરમાર, જયપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. અજયસિંહ ઝાલા, સાજીદભાઈ બેલીમ, જયદીપસિંહ જાડેજા, પ્રહલાદસિંહ જાડેજા, કલ્પેશભાઈ અઘારા, ધર્મેન્દ્રસિંહ વાઢેર રવીકાંતભાઇ રાઠૌર, કપીલભાઇ ગુજરીયા, દ્વારા કરવામાં આવેલ છે.
(12:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
