તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
કચ્છના ભચાઉમાં ૩.૧ તિવ્રતાનો ભુકંપ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૪: કચ્છ જિલ્લાની ધરા આજે વહેલી સવારે ફરી એકવાર ધ્રુજી ઉઠી હતી. ભચાઉ પાસે રિક્ટર સ્કેલ પર ૩.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. આજે સવારે ૯:૪૬ વાગ્યાની આસપાસ અનુભવાયેલા આ આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
Mantavya News દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ નજીક નોંધાયું છે. હાલ પ્રાથમિક માહિતી અનુસાર કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. વહેલી સવારે અનુભવાયેલા આંચકાને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
કચ્છનો વિસ્તાર ભૂકંપની દૃષ્ટિએ અતિ સંવેદનશીલ ઝોન-૫માં આવે છે. જેના કારણે અવારનવાર હળવા આંચકા અનુભવાતા રહે છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. નાગરિકો માટે સૂચના ભૂકંપ દરમિયાન ગભરાશો નહીં. મજબૂત ટેબલ કે ફર્નિચર નીચે આશરો લો. લિફ્ટનો ઉપયોગ ટાળો અને ખુલ્લી જગ્યાએ જતા રહો.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
