News of Tuesday, 7th July 2026
મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના ૩૨ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ.
સામાકાંઠે આવેલા વિકાસ વિદ્યાલયના બાળાઓ સાથે ઉજવણી: કુર્તીઓનું વિતરણ કર્યું અને તમામ મેમ્બરો તેમજ ત્યાંના સ્ટાફ અને 90 થી વધારે બાળાઓએ સાથે મળી ભોજન કર્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : વર્ષ 1995 થી સતત કાર્યરત એવી LIFE IMPROVEMENT ORGANIZATION WITH NATIONAL SPIRIT ना વિચારને વરેલી એવી ઇન્ડિયન લાયન્સ ક્લબના સ્થાપના દિવસની ઉજવણી મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા 2 જુલાઈના દિવસે મોરબી શહેરમાં સામાકાંઠે આવેલા વિકાસ વિદ્યાલયના બાળાઓ સાથે કરવામાં આવી હતી. આ સાથે બધા બાળાઓ સાથે સંસ્થાના મેમ્બરોએ કેક કટીંગ કર્યું હતું અને સંસ્થાના સિનિયર એડવાઈઝર મેમ્બર ભારતીબેન પુજારા તેમજ પ્રફુલાબેન કોટેચા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે તમામ બાળાઓને મોરબી શહેરમાં આવેલા ONLY NX ના સહયોગથી કુર્તીઓનું વિતરણ કર્યું હતું અને તમામ મેમ્બરો તેમજ ત્યાંના સ્ટાફ અને 90 થી વધારે બાળાઓએ સાથે મળી ભોજન કર્યું હતું. તેમજ સંસ્થાના મેમ્બર દિવ્યાબેન ચગના જન્મદિવસની ઉજવણી નિમિત્તે કાર્યક્રમનો તમામ ખર્ચ તેમના તરફથી આપવામાં આવ્યો હતો. આ તકે સંસ્થાના ફાઉન્ડર પ્રેસિડેન્ટ શોભનાબા ઝાલા, સંસ્થાના પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા, મયુરીબેન કોટેચા, પ્રીતિબેન દેસાઈ તેમજ વાઈસ પ્રેસિડેન્ટ સાધનાબેન ઘોડાસરા, પુનમબેન તેમજ સેક્રેટરી મનિષાબેન ગણાત્રા અને તમામ હોદ્દેદારોએ દિવ્યાબેનનો આભાર વ્યક્ત કર્યો હતો. તેવી માહિતી સંસ્થાના પ્રેસિડેન્ટ દ્વારા આપવામાં આવી છે.
(1:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
