તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
ઓખા કોસ્ટગાર્ડના કાફલામાં ૩૩૦ ટનનું જહાજ અજીત જોડાયુ
જીલ્લા કલેકટર રાજેશ તન્ના તથા કોસ્ટગાર્ડના અધિકારીઓની ઉપસ્થિતીમાં વેલકમ સેરેમની કાર્યક્રમ યોજાયો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૪ :. દેવભૂમિ દ્વારકા જિલ્લો સરહદી જિલ્લો હોય તથા દ્વારકા જિલ્લાના ઓખાથી પાકિસ્તાન તદન નજીક હોય તથા આંતરરાષ્ટ્રીય સરહદે અવારનવાર ઘુસણખોરી થતી હોય ભારત સરકાર દ્વારા ઓખા ખાતે કોસ્ટ ગાર્ડ જિલ્લા હેડ કવાર્ટર નં. ૧પ આવેલું હોય આ કોસ્ટ ગાર્ડની સગવડ વધારવા તથા સલામતિ સુરક્ષામાં ખુબ જ ઉપયોગી થાય તે માટે ભારત સરકાર દ્વારા આ અજીત જહાજને કોસ્ટ ગાર્ડ ઓખાને ફાળવતા જિલ્લા કલેકટર રાજેશ તન્ના તથા કોસ્ટ ગાર્ડના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ જહાજનો વેલકમ સેરેમની યોજાયો હતો.જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ કોસ્ટ લાઇન એરીયામાં અજીતના જોડાવાથી મોનીટરીંગ અંગે સમીક્ષા તથા ચર્ચાઓ પણ કરી હતી.
ઓખા કોસ્ટ ગાર્ડને મળેલું આઇ. સી. જી. એસ. અજીત એ પર મીટરની લંબાઇનું ૩૩૦ ટનનું જહાજ ગોવા શીપ યાર્ડ દ્વારા મેક ઇન ઇન્ડીયાનું બનેલું છે જે ફાસ્ટ પેટ્રોલ વેસલ્સ છે.
ર૭ નોટીકલ માઇલની સ્પીડ ધરાવતું આ જહાજ ૧પ૦૦ નોટીકલ માઇલ સુધી સરળતાથી જઇ શકે છે. તથા બે વિશાળ ડીઝલ એંજીન સાથે કંટ્રોલેબલ પીચ પ્રોયેલસ સાથે ફાસ્ટ પેટ્રોલ વેલલ્સાં પ્રથમ ભારતમાં છે. જેની સંભાળ માટે ૬ ઓફીસર અને ૩પ ખલાસીઓ છે. માછીમારોના પ્રોટેકશન, રેસ્કયુ તથા એન્ટી સ્મગલીંગ પ્રવૃતિ અને સલામતી સાથે સરહદ સંરક્ષણમાં આ ‘અજીત' હવે ઓખા કામ કરશે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
