<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

દ્વારકામાં સર્વશક્તિ ગરબી મંડળ દ્વારા 33મા રાસોત્સવ 2026નું ભવ્ય આયોજન : કાલે તા. 11 ઓક્ટોબરથી માતાજીની આરાધના

બિરલા પ્લોટ ગરબી ચોકમાં નવરાત્રીની નવ રાત માતાજીના સાનિધ્યમાં ગરબે ઘૂમવાનું આમંત્રણ, બિરલા યુવા ગ્રુપ દ્વારા આયોજન

દ્વારકા તા.૧૦ :        સર્વશક્તિ ગરબી મંડળ દ્વારા આયોજિત 33મા રાસોત્સવ 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હર વર્ષની જેમ આ વર્ષે પણ છેલ્લા 33 વર્ષથી ઉજવણી કરી રહ્યા છીએ તે મુજબ આ વર્ષે પણ નવરાત્રીની નવ-નવ રાત્રે માતાજીના સાનિધ્યમાં રાસોત્સવ 2026 નું આયોજન તા. 11-10-2026 ના રોજ કરવામાં આવેલ છે. આ રાસોત્સવમાં આપને તથા આપના પરિવારને પધારવા ભાવભર્યું આમંત્રણ છે.તારીખ: 11-10-2026, રવિવાર રાત્રે 10.00 કલાકે*

 બિરલા પ્લોટ, ગરબી ચોક, દ્વારકા ખાતે ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.

   આ પ્રસંગે મંડળના સ્થાપક સ્વ. કરણભા જેસાભા માણેક, સ્વ. જીમલભા જેસાભા માણેક અને સ્વ. મૂળુભા જેસાભા માણેકને કોટી કોટી વંદન પાઠવવામાં આવ્યા છે.

આ આયોજનને નીલકંઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, એમ એન્ડ કે ઇન્ફ્રાનોવા પ્રાઇવેટ લિમિટેડ, ભાગ્યોદય મેન્સ વેર, ભગવાનજી મોરારજી ઝવેરી (BMZ), ઓનિક્સ રિન્યુએબલ, એસજીએમ (SGM), વિટ્સ દેવભૂમિ દ્વારકા પ્રીમિયમ ફુલ સર્વિસ હોટેલ અને હર્ષ ફાસ્ટ ફૂડ સહિતના સ્પોન્સરોનો સહયોગ મળ્યો છે.

(3:34 PM IST)